વિશ્વની દિગ્ગજ કંપનીઓ અને એમાય ખાસ કરીને આઈટી સેકટરની કંપનીઓમાં છટણીનો સીલસીલો યથાવત્ છે. માઈક્રોસોફટથી લઈને ગૂગલ સુધીના ઘણી કંપનીઓએ આ વર્ષે પોતાના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી ચુકી છે. હવે છટણી કરનારી કંપનીઓની લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે સ્માર્ટફોન માટે ચિપ બનાવતી ક્વાલકોમ કંપનીનું.
ચિપ બનાવતી કંપનીએ નોટિસમાં માહિતી આપી
મળતી માહિતી અનુસાર, સ્માર્ટફોનની ચિપ્સ બનાવતી અગ્રણી કંપનીઓમાંથી એક ક્વાલકોમ છટણી કરવા જઈ રહી છે. કંપનીના-226 કર્મચારીઓ પર છટણીનો બોજ પડશે. કંપનીએ આ માહિતી કેલિફોર્નિયા WARN (વર્કર એડજસ્ટમેન્ટ એન્ડ રિટ્રેનિંગ નોટિફિકેશન) એક્ટ હેઠળ આપી છે. દસ અઠવાડિયા આપવામાં આવેલી માહિતી મુજબ, છટણી 12 નવેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં લાગુ થવા જઈ રહી છે.
કંપનીએ આપ્યું છટણીનું કારણ
મળતી માહિતી અનુસાર, કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, છટણી કારોબાર કરવાની રણનીતિમાં ફેરબદલને લીધે કરાઈ રહી છે. બિઝનેસની સામાન્ય પ્રક્રિયા હેઠળ અમે પોતાના રોકાણ, સંશાધન અને પ્રતિભાને આ રીતે અલાઈન કરવાની પ્રાથમિકતા આપીએ છીએ. હમે ડાયવર્સિફિકેશનના અપ્રત્યાશિત તકોની સૌથી વધુ ફાયદા ઉઠાવી શકે.
આ વર્ષે આટલી થઈ ચુકી છે છટણી
આ અગાઉ ઓગસ્ટ મહિના દરમિયાન ઈન્ટેલ, સિસ્કો અને આઈબીએમ જેવી મોટી કંપનીઓએ છટણી કરી હતી. ઈન્ટેલે 15 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. જ્યારે સિસ્કોએ છ હજાર કર્મચારીઓ અને આઈબીએમે એક હજાર કર્મટચારીઓને કામથી બહાર કરવાના નિર્ણયની જાણકારી હતી. ઓગસ્ટ મહિના દરમિયાન જુદીજુદી કંપનીઓ દ્વારા 27 હજાર કર્મચારીઓની છટણી કરાઈ હતી. તેની સાથે જ આ વર્ષની છટણીનો આંકડો એક લાખ 36 હજારને પાર પહોંચી ગયો હતો.