ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ વનડે સિરીઝમાં પાછા ફર્યા છે.
ટીમ આ ખેલાડીઓ પાસેથી મેચ વિજેતા પ્રદર્શનની અપેક્ષા રાખશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ખેલાડીઓ પાસે ફોર્મમાં આવવાની શાનદાર તક હશે.
મેચ પહેલા વીડિયો થયો વાયરલ
મેચ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, નાગપુર પોલીસકર્મી ટીમ ઈન્ડિયાના એક સભ્યને રોકતો જોઈ શકાય છે. આ બીજું કોઈ નહીં પણ ભારતીય ટીમનો થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ છે. રઘુ લાંબા સમયથી ભારતીય ટીમ સાથે થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. તે ટીમ બસ તરફ ચાલી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો.
પોલીસે ભારતીય ટીમના એક સભ્યને પકડ્યો
પોલીસે રઘુને રસ્તામાં જ ફેન સમજીને પકડી લીધો હતો. પોલીસે ભૂલથી રઘુને પકડી લીધો, પરંતુ પોલીસને રઘુ વિશે ખબર પડતાં જ તેમને તેને છોડી દીધો. રઘુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
6 ફેબ્રુઆરીથી શરૂ થશે ODI સિરીઝ
તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. ત્રીજી અને અંતિમ વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા.