Surendranagar Accident : સુરેન્દ્રનગરમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી, એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત

સુરેન્દ્રનગરના ધાંગધ્રા-સરા વચ્ચે આવેલી કાળાપાણી નદીના બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
પરિવારમાં શોકનો માહોલ છવાયો
મળતી માહિતી મુજબ મુળી તાલુકાના દાધોળીયા ગામના 45 વર્ષીય ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા પોતાની સ્વિફ્ટ કાર લઇને ધાંગધ્રા-સરા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કાળાપાણી નદીના બ્રિજ પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળ ભેટતાં પરિવારમાં અને ગામમાં માતમનો માહોલ છવાયો છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
આ ગોજારા અકસ્માતમાં ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા, બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉમર 50) અને ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજુભાઇ ગીધાભાઇ જેજરીયા, હમીરભાઇ જેઠાભાઈ જેજરીયા અને ભાનુબેન હમીરભાઇ જેજરીયા ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.