ઐશ્વર્યા રાય પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. તેનું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય સહિત ઘણા કલાકારો સાથે જોડાયેલું છે. એક્ટ્રેસના જીવનમાં એક પળ એવી પણ આવી જ્યારે તે ચર્ચાને કારણે સેટ પર રડવા લાગી.
છૂટાછેડાની ચર્ચાઓને કારણે ચર્ચામાં છે ઐશ્વર્યા રાય
બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછેડાની ચર્ચાઓને કારણે ચર્ચામાં છે. પરંતુ આ કપલે અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે. અભિષેક બચ્ચન પહેલા ઐશ્વર્યા રાય સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથેના સંબંધોને કારણે ઘણી ચર્ચામાં હતી. બંને સાથે બ્રેકઅપ બાદ પણ ઐશ્વર્યાને મીડિયાના અનેક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. એકવાર એક્ટ્રેસ સેટ પર જ બધાની સામે રડી પડી હતી.
ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી એક્ટ્રેસ
વિવેક ઓબેરોય અને સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથેના સંબંધો પૂર્ણ થયા બાદ ઘણા નિવેદનો આપ્યા હતા. તે દરમિયાન એક્ટ્રેસ આગળ વધી ગઈ હતી અને ફિલ્મ ગુઝારીશના શૂટિંગમાં વ્યસ્ત હતી. એવું કહેવાય છે કે સલમાન અને વિવેકના નિવેદનોથી તે ભાંગી પડી હતી.
એશ્વર્યા રાયે કહી આ વાત
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતે ઐશ્વર્યા રાયે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમે કહ્યું હતું કે, ‘હું મારું જીવન મારી ઈચ્છા મુજબ જીવી રહી છું. હું આશા રાખું છું કે અન્ય લોકો પણ એવું જ કરે અને મને મારા ભાગ્ય અને હાલત પર છોડી દે. આ સિવાય ઐશ્વર્યા રાયે સલમાન અને વિવેક પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ‘તેઓએ જે પણ કર્યું તે ખૂબ જ અભદ્ર અને અસભ્ય હતું. કોઈપણ સારા સજ્જન આવા કાર્યો ન કરે.
આ એક્ટર સાથે જોડાયું હતું એશ્વર્યાનું નામ
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને સલમાન ખાને લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. એક્ટ્રેસે તેના પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ પછી ઐશ્વર્યા રાયના જીવનમાં વિવેક ઓબેરોયની એન્ટ્રી થઈ પરંતુ સલમાનને આ સંબંધ પસંદ ન આવ્યો અને તેણે ઘણો ડ્રામા સર્જ્યો.
ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે કર્યા લગ્ન
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના બ્રેકઅપ માટે વિવેક ઓબેરોયને જવાબદાર માનવામાં આવે છે. ઘણા રિપોર્ટ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે એક્ટ્રેસ વિવેકને ડેટ કરી રહી હતી ત્યારે તે સલમાનના સંપર્કમાં પણ હતી. જો કે સત્ય શું છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. આ પછી ઐશ્વર્યાએ વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા.
Source link