દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને તેને લઇને આપ પાર્ટી અત્યારથી જ એક્ટિવ જોવા મળી છે. આજે આપ પાર્ટીએ વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી. ત્યારે આવો જાણીએ સંજીવની યોજના અને કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વચ્ચે શું છે તફાવત આવો જાણીએ.
શું છે દિલ્હી આપ પાર્ટીની સંજીવની યોજના ?
- અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરી છે. આ અંતર્ગત રાજધાનીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે.
- 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને દિલ્હીમાં મફત સારવાર મળશે. કેજરીવાલના જણાવ્યા અનુસાર સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
- કેજરીવાલે કહ્યું કે આગામી દિવસોમાં AAP કાર્યકર્તાઓ દ્વારા ડોર-ટુ-ડોર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.
- દરેક આવક જૂથના લોકોને સંજીવની યોજનાનો લાભ મળશે, એટલે કે આવકને લઈને કોઈ મર્યાદા નહીં હોય.
શું છે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ?
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી-જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ, 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો મળશે. 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે વ્યક્તિગત ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવશે.
આ નિર્ણયથી 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ યોજના હેઠળ ઘણા મોટા રોગોને આવરી લેવામાં આવ્યા છે, કેન્સર, હૃદય રોગ અને કિડની સંબંધિત રોગો સિવાય, તેમાં કોરોના, મોતિયાનો પણ સમાવેશ થાય છે.
આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખના આધારે, જો વૃદ્ધો 70 વર્ષની ઉંમરે પહોંચી રહ્યા છે, તો તે બધાને હવે આ યોજનાનો લાભ મળશે, તેમની આવકને ધ્યાનમાં લીધા વિના, એક નવો સ્કોપ બનાવવામાં આવ્યો છે. . પેન્શનધારકોને પણ તેનો લાભ મળશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી અથવા આયુષ્માન એપના ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરીને ઓનલાઈન કાર્ડ જનરેટ કરી શકાય છે. મંત્રાલય આ માટે મોટા પાયે અભિયાન ચલાવશે. હોસ્પિટલોમાં પણ હેલ્પ ડેસ્ક હશે અને વૃદ્ધો માટે વિશેષ કાર્ડ બનાવવામાં મદદ પૂરી પાડવામાં આવશે. હેલ્થ વર્કર્સ પણ ફિલ્ડમાં જશે અને વૃદ્ધોને મદદ કરશે. વૃદ્ધાશ્રમમાં પણ શિબિર થશે.
આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં લગભગ 30 હજાર હોસ્પિટલો છે, જેમાંથી 13 હજાર ખાનગી અને 17 હજાર સરકારી હોસ્પિટલો છે. જો કોઈ દર્દી આ તમામ હોસ્પિટલોમાં દાખલ થાય છે, તો તેને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.
આ યોજનામાં 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો કે જેઓ પહેલાથી જ નોંધાયેલા છે તેઓએ સ્પેશિયલ કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે જો તે પરિવારમાં પતિ અને પત્ની બંનેની ઉંમર 70 વર્ષથી વધુ છે તો તે બંનેને તેનો ફાયદો મળશે. પહેલા 5લાખ રૂપિયા સુધીના ખર્ચે સારવાર થશે અને તે બાદ 5 લાખ રૂપિયાનું ટોપ અપ પણ હશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને સામેલ કર્યા છે અને હવે આ વયજૂથના વડીલોને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. હવે તેના વળતા જવાબ રૂપે દિલ્હી સરકારે સંજીવની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.
Source link