SPORTS

Football: ચેમ્પિયન્સ લીગમાં લેવાન્ડોવસ્કીના 100 ગોલ પૂરા થયા

રોબર્ટ લેવાન્ડોવસ્કીએ પોતાના શાનદાર ફોર્મ તથા પ્રદર્શનને જારી રાખીને પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા સુકાની લાયોનલ મેસ્સી બાદ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં 100 ગોલ પૂરા કરનાર ત્રીજા ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી.
એરલિંગ હાલેન્ડે પણ ચેમ્પિયન્સ લીગમાં આ સિદ્ધિ મેળવવા તરફ પોતાની આગેકૂચ જારી રાખી છે. 24 વર્ષીય હાલેન્ડે માન્ચેસ્ટર સિટી તરફથી ફેયેનોર્ડ સામે બે ગોલ કર્યા હતા અને આ ચેમ્પિયનશિપમાં પોતાના કુલ ગોલની સંખ્યા 46 સુધી પહોંચાડી હતી. હાલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં માન્ચેસ્ટર સિટી અને ફેયેનોર્ડનો મુકાબલો 3-3થી ડ્રો રહ્યો હતો. માન્ચેસ્ટર સિટી આ રીતે પોતાની સતત છઠ્ઠી મેચમાં વિજય હાંસલ કરી શકી નથી.
લેવાન્ડોવસ્કીએ બ્રેસ્ટ સિટી સામે બાર્સેલોનાએ મેળવેલા 3-0ના વિજયમાં પેનલ્ટીને ગોલમાં ફેરવીને ટીમ માટે ખાતું ખોલ્યું હતું અને તેણે ચેમ્પિયન્સ લીગમાં 100 ગોલ પણ પૂરા કર્યા હતા. પોલેન્ડના આ સ્ટ્રાઇકરે બીજા હાફના ઇન્જરી ટાઇમમાં પોતાનો 101મો ગોલ નોંધાવ્યો હતો. લીગમાં સર્વાધિક ગોલ રોનાલ્ડોના નામે છે જેણે 140 ગોલ કર્યા છે. મેસ્સીના નામે 129 ગોલ નોંધાયેલા છે. 36 વર્ષીય લેવાન્ડોવસ્કીએ પોતાની 125મી લીગ મેચમાં આ વિશેષ માઇલસ્ટોન પાર કર્યો હતો. મેસ્સીએ 123 તથા રોનાલ્ડોએ 137 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. બાર્સેલોના માટે બીજા હાફમાં ડાની ઓમોએ પણ ગોલ કર્યો હતો. બાર્સેલોનાએ આ રીતે બ્રેસ્ટ સિટીના અજેય અભિયાનને રોકી દીધું હતું અને પોઇન્ટ ટેબલમાં તે બીજા ક્રમે પહોંચી ગયું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button