GUJARAT

માલવણ હાઈવે પર પીઓપીના પાઉડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

સુરેન્દ્રનગર એલસીબી ટીમ માલવણ હાઈવે પર રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે માઈવણથી ધ્રાંગધ્રા તરફ દારૂ ભરેલ ટ્રક નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે પીઓપી પાવડરની આડમાં લઈ જવાતા દારૂ સહિત રૂપીયા 43,07,546ના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ હાઈવે પર અને અમદાવાદ-કચ્છ હાઈવે પર અવારનવાર દારૂની હેરાફેરી સામે આવે છે. ત્યારે એલસીબી ટીમે પીઓપી પાવડરની આડમાં લઈ જવાતા દારૂનો પર્દાફાશ કર્યો છે. મળતી માહીતી મુજબ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પરીક્ષીતસીંહ, દશરથભાઈ, સંજયભાઈ, અસલમખાન સહિતનાઓ માલવણ હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં માલવણથી ધ્રાંગધ્રા તરફ વિદેશી દારૂ ભરેલ ટ્રક જવાની હોવાની બાતમી મળતા અખીયાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાં પીઓપી પાવડરની આડમાં દારૂ લઈ જવાતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બલકરણસીંહ ચરણજીતસીંહ જટને દારૂની 3432 બોટલ, બીયરના 5688 ટીન મળી કુલ રૂપીયા 27,76,296, રૂપીયા 15 લાખનો ટ્રક, રૂપીયા 5 હજારનો મોબાઈલ અને પીઓપી પાવડરની 425 થેલી કિંમત રૂપીયા 21,250 સહિત કુલ રૂપીયા 43,07,546ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ પંજાબથી મંગાવી બલવીરકુમાર સોનદાસ સ્વામીએ ભરી આપ્યો હતો. અને બાડમેરનો હીરસીંગ ફોનમાં ડાયરેકશન આપે તે મુજબ દારૂ માળીયા તરફ લઈ જવાનો હતો. ત્રણેય સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.એચ.ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણના બાકરથળીના રહેણાક મકાનમાંથી દારૂ સાથે ઝડપાયો

જોરાવરનગર પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમીયાન વઢવાણ તાલુકાના બાકરથળીમાં રહેતો મહાદેવ ઉર્ફે ચોકુ શાર્દુળભાઈ કોળી તેના ઘરે દારૂ રાખતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં મહાદેવ સસાણીયા વિદેશી દારૂની નાની મોટી 17 બોટલો કિંમત રૂપીયા 5010ની મત્તા સાથે ઝડપાયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button