ભાદરવા પોલીસની હદના રાયકા ખાતેના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેના ટોલનાકા નજીકના સર્વિસ રોડ પર પાર્ક બિનવારસી ટ્રકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂા.52.14 લાખના દારૂ ગઈકાલે ઝડપી લીધો હતો. LED લાઈટના ભંગારના આડમાં લઈ જવાતા દારૂ સાથે કુલ રૂા.62.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ચાર શખસ સામે ગુનો દાખલ કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગઈકાલે ભાદરવા પોલીસની હદમાં દારૂનો કેસ કરવા ત્રાટકી હતી. SMCની ટીમે નેશનલ હાઈવે નં.4 પર મુંબઈથી દિલ્હી જતાં ટે્રક પર આવેલા ટોલાનાકાથી 500 મીટર દૂર સર્વિસ રોડ ઉપર પાર્ક બિનવારસી ટ્રકને કોર્ડન કરી તપાસ કરી હતી. ટ્રકમાં તપાસ કરતા એસએમસીની ટીમને 54 પુઠ્ઠાના બોક્સ મળ્યાં હતાં. જેમાં એલઇડી લાઈટનો ભંગાર હતો. આ ભંગાની આડમાં દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. જિલ્લા બહારની એજન્સીના સ્ટાફની રેઇડ બાદ ટ્રકને ભાદરવા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસને નાની-મોટી દારૂની 6,705 બોટલો સાથે દારૂનો રૂા.52.14 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકના કૅબિનમાં તપાસ કરતા એસએમસીને આર.સી.બુક, ફિટનેસ સર્ટિફિકેટે, વીમા અને ટેક્સ ઇનવોઈસ સહિત કેટલાક કાગળિયા મળ્યાં હતાં. જેની તપાસ બાદ આ ટ્રક કર્ણાટકના હાન્ડા ટ્રાન્સ્પોર્ટનો હતો. ટ્રકના માલિક મોહંમદ ઇકબાલ અબ્દુલા શેખ (રહે.બનાસકાંઠા) હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે રૂા.10 લાખનો ટ્રક, એલઇડી લાઈટનો ભંગાર મળી કુલ રૂા.62.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભાદરવા પોલીસ સ્ટેશનમાં ટ્રક માલિક મોહંમદ ઇકબાલ શેખ, ટ્રક ડ્રાઇવર, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવાર સામે ગુનો નોંધાયો હતો. એસએમસીના દારૂના ક્વૉલિટી કેસની તપાસ મંજુસર પીઆઇ કૌશિક સિસોદિયાને સોંપાઈ છે.
Source link