BCCI change Rules: પંત-વોક્સની ઈજા બાદ BCCIએ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યા

ટીમ ઈન્ડિયા તાજેતરમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરી છે જેમાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરીઝમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે મેચમાં વિકેટકીપિંગ નહોતો કરી શક્યો.
આ પછી ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પરિણામે તે પણ બોલિંગ કરી શક્યો નહોતો. આ કારણોસર ગંભીર ઈજા થવાની સ્થિતિમાં પ્લેઈંગ 11માં મેચ દરમિયાન ખેલાડીને રિપ્લેસ કરવાનો નિયમ બનાવવાની માગ કરવામાં આવી હતી.
ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ માટે BCCIએ અન્ય ઈજાઓમાં પણ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
નવા નિયમો શું છે?
જો કોઈ ખેલાડીને મેચ દરમિયાન ગંભીર ઈજા થાય છે, તો તેના સ્થાને ખેલાડીને મંજૂરી આપી શકાય છે.
આ ઈજા રમત દરમિયાન અને મેદાનની અંદર થઈ હોવી જોઈએ.આ ફેરફાર અંગે ઘણા ખેલાડીઓના અલગ અલગ મંતવ્યો છે. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે તેને મજાક ગણાવી હતી, જ્યારે ગૌતમ ગંભીરે તેનું સ્વાગત કર્યું હતું.
ભારતના રિષભ પંત અને ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સ બંનેને ચોથી અને પાંચમી ટેસ્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના પછી તેઓ મેચમાં ભાગ લઈ શક્યા ન હતા.