NATIONAL

લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યમાં સુધારો, જલ્દી જ નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાશે

દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આગામી 1-2 દિવસમાં તેમને ICUમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે તેમને 12 ડિસેમ્બરે નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમને સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હોસ્પિટલે મંગળવારે સાંજે લાલકૃષ્ણ અડવાણીનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું.

1-2 દિવસમાં ICUમાંથી શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા

હેલ્થ બુલેટિન મુજબ ‘ભાજપના દિગ્ગજ નેતા અને ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી 12 ડિસેમ્બરથી ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ICUમાં ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમની તબિયતની પ્રગતિના આધારે તેમને આગામી 1-2 દિવસમાં ICUમાંથી શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.

અગાઉ પણ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ હતા. તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ દિલ્હી એઈમ્સમાં તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો

લાલ કૃષ્ણ અડવાણીને આ વર્ષે 30 માર્ચ, 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી (જે હાલના પાકિસ્તાનમાં છે)માં થયો છે. તેમણે 8 નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ 1942માં સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા. તેઓ 1986થી 1990 સુધી, ફરીથી 1993થી 1998 અને 2004થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

અડવાણી એવા નેતા છે કે જેમણે પાર્ટીની સ્થાપના (6 એપ્રિલ, 1980)થી સૌથી લાંબા સમય સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે અટલ બિહારી વાજપેયી સરકારમાં 1999થી 2005 સુધી ભારતના ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કર્યા હતા, પરંતુ પાર્ટી જીતી શકી ન હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button