સિહોદ પાસે ભારજ નદીમાં ફરી એક વખત વેપારીઓ અને સ્થાનિક નાગરિકો, આગેવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. બે દિવસમાં આ નવું ડાયવર્ઝન તૈયાર થઈ જશે. દિવાળી પૂર્વેના આ કાલખંડમાં જેતપુર પાવી સહિતના બજારોમાં મંદીનો માહોલ સર્જાઇ રહ્યો છે. જનતા ડાયવર્ઝન અત્રેના લોકો માટે દિવાળીની ઘરાકી માટેનો વિકાસ માર્ગ બની જજરી તેવો આશાવાદ સ્થાનિક બજારોમાં વેપારીઓ અને નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાને મધ્યમાંથી ચીરીને નીકળતા NH 56 હાઇવે પર સિહોદ નો પુલ તૂટી જવાને કારણે તથા સરકારી નવું ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે જિલ્લો બે વિભાગમાં વહેંચાઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ પર વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો છે. પરંતુ 30 થી 35 કિ.મી.નો ફેગટ ફેરો પડતો હોવાને કારણે લોકોની સગવડતા સચવાતી નથી.
જનતા ડાયવર્ઝન બનાવવા માટે જેતપુર પાવીના વ્યાપારીઓએ ખાસ રસ લીધો છે. જેતપુર પાવીના વેપારી અગ્રણી મનોજભાઈ પંચાલ જણાવે છે કે, જેતપુર પાવી સહિત મધ્ય પ્રદેશ, છોટાઉદેપુર, બોડેલી સહિત સમગ્ર વિસ્તારના લોકોને ભારજ નદીદ્ધ ક્રોસ કરવામાં ભારે તકલીફેનો સામનો કરવો પડે છે. જેતપુર પાવીના વેપારીઓ અને આગેવાનોની જવાબદારી છે કે લોકોને પડતી તકલીફે સંદર્ભે આગળ આવવું પડે. સિહોદ શિથોલ સહિતના ગામોના યુવાનો, આગેવાનો સરપંચો અને કાર્યકરોના સહકારથી જનતા ડાયવર્ઝન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ત્રીજી વાર સિહોદ બ્રિજની બાજુમાં નવું જનતા ડાયવર્ઝન બનાવાઈ રહ્યું છે
તા.28 જુલાઈ 2023 ના રોજ સિહોદ બ્રિજનું સેટલમેન્ટ થયું હતું તે વખતે લાંબો સમય વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. રસ્તાના અભાવે થાકેલા સ્થાનિક સરપંચો અને આગેવાનોએ સર્વ પ્રથમ સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું. ભારજ નદીમાં ભારે પાણી આવ્યું ત્યારે જનતા ડાયવર્ઝનમાં ધોવાણ થતા ફરી એક વખત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત આગેવાનોના સહકારથી બીજી જનતા ડાયવર્ઝન બનાવાયું હતું. આ વર્ષે NHAI દ્વારા સરકારી અધિકૃત કોઝવે બનાવ્યો હતો તે પણ ધોવાઈ ગયો છે. હવે દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ત્રીજી વખત જનતા ડાયવર્ઝન બનાવાઇ રહ્યું છે. જે દિવાળીમાં વેપાર ધંધાઓમાં પ્રાણ ફૂંકશે તેમ મનાય છે.
Source link