ગાંધીઆશ્રામના નિર્માણનું કામ શરુ થઇ ગયું છે. જેના લીધે ગાંધીઆશ્રામથી સુભાષબ્રિસ સર્કલ સુધીનો મેઇન રોડ બંધ કરી દેવાયો છે. આ પહેલા બનાવેલો નવો રોડ ખુલ્લો હોવાથી વાહન ચાલકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ આ સિવાય આશ્રામથી સુભાષબ્રિજ સર્કલ સુધી જતો અન્ય એક વૈકલ્પિક રોડ વાહનો માટે શરુ કરાયો હતો, તે રોડ બંધ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને ઘર પાસેથી પસાર થતો રોડ બંધ કરવા માંગ કરી હતી. ઉગ્ર બોલાચાલી બાદ મ્યુનિ.અધિકારીઓએ પોલીસ બોલાવી રોડ ખોલાવ્યો હતો.
સ્થાનિકોએ કહ્યું કે, અમારા ઘરની બહારથી રોડ પસાર થઇ રહ્યો છે. આડેધડ વાહનો હંકારવામાં આવશે. મોટા અકસ્માતનો ભય છે. જેથી શેફટી ખાતર રોડ બંધ કર્યો છે. બીજીબાજુ રોડ બંધ કરી હોવાની જાણ થતાં AMCની એક્રોંચ મેન્ટ સ્કવોડ સ્થળ પર પહોંચી ગઇ હતી અને રોડ ખોલવા કાર્યવાહી કરતાં સ્થાનિકો સાથે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થતાં વાતાવરણ ઉશ્કેરાટભર્યું થઇ ગયું હતું. આ પછી સ્થાનિકો રસ્તા પર સુઇ ગયા જતાં વાત વણસે તે પહેલા મ્યુનિ. અધિકારીઓએ પોલીસ બોલાવી રસ્તો ખોલી ખુલ્લો કર્યો હતો. હાલ મામલો શાંત પડી ગયો છે પણ વિરોધ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.
Source link