અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે મેગા લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. શહેરની ફરતે એકઠું થતું વરસાદી પાણી આ લાઇન માફરતે સાબરમતી નદીમાં ઠાલવવાનું આયોજન છે.
ત્યારે લાંભા ગામના લોકોની માગણી છે કે તેમના ગામને પણ આ મેગા લાઇનનો લાભ આપીને વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન જોડી આપવામાં આવે. હાલ લાંભા ગામે નારોલ, વટવા, ઇન્દિરાનગર-1 અને 2 અને આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં ભરાતું વરસાદી પાણી લાંભામાં આવે છે જેના કારણે પુરની સ્થિતિ સર્જાય છે.ગ્રામજનોના મતે કમોડ ગામથી એક કિમી સુધી મેગા લાઇનનું કામ થઇ ગયું છે. હાલ કામ બંધ કરી દેવાયું છે. ત્યાંથી એક કિમીના અંતરે લાંભા ગામ આવેલું છે. તો લાંભા ગામને આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં જોડાણ આપવામાં આવે અને દર વર્ષે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે.
Source link