ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દ્વારા તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી કેસો માટે લોક અદાલતનું આયોજન કરાયું હતું. આ અદાલતમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
આટલા કેસોનો કરાયો નિકાલ
આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલ : ૪,૩૩૯/- કેસો મળી, ૫,૦૨૬ કેસો સેટલ થયેલ, જેમાં કુલ ૩,૩૬,૯૦,૯૪૯/-(અંકે રુપિયા ત્રણ કરોડ છત્રીસ લાખ નેવું હજાર નવસો ઓગણ પંચાસ પૂરા)નું સેટલમેન્ટ થયેલ તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો તેમજ ડોરમેન્ટના કેસો સાથે કુલ ૩,૫રર કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રુા. ર૪,૧૬,૧૩,૩૭૭/- (અંકે ચોવીસ કરોડ સોળ લાખ, તેર હજાર ત્રણસો સીત્તોતર રુપિયા પૂરા)નું સેટલમેન્ટ થયેલ, જયારે મોટર અકસ્માત વળતરનાં કુલ ૫૯ કેસોમાં સમાધાન થતાં, કુલ રુ. ૫,૩૩,૧૦,૦૦૦/- (અંકે રુપિયા પાંચ કરોડ તેત્રીસ લાખ દશ હજાર પૂરા)નું વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનનાં મળી, કુલ ૮,૬૦૭ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રુા. ૨૯,૪૯,૨૩,૩૭૭/-(અંકે રુપિયા ઓગણત્રીસ કરોડ ઓગણપચાસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો સીત્યોતેર પુરા) નું વળતર ચૂકવવાનો હુકમ થયેલ.
આર્થિક સહાય યોજના માટે કેમ્પનું આયોજન
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો, વકીલો, બેંક/ઈન્શ્યોરન્સ કંપનીના અધિકારીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કેસોના પક્ષકારોના સાથ સહકારથી સદરહું રાષ્ટ્રીય લોક અદાલત ખૂબ જ સફળ રહી હતી.તદુપરાંત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સહયોગથી બૌધ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યકિતને આપવાની આર્થિક સહાય યોજના માટેના કેમ્પનું આયોજન પણ કરાયું હતું. જેમાં કુલ ૩૫(પાંત્રીસ) લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા, જે પૈકી ૨૧(એકવીસ) લાભાર્થીઓને મનોદિવ્યાંગ આજીવન પેન્શન પેટે ER મહીને રુા.૧.૦૦૦/-નો ચેક તેમજ ૧૪ (ચૌદ) લાભાર્થીઓને ગુજરાત સરકારની એસ. ટી. બસમાં લાભાર્થી તથા તેમના કેર ટેકરને ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજયની બસ જયાં સુધી જતી હોય ત્યાં સુધી કોઈપણ કેટેગરીની બસના મફત મુસાફરી પાસનું વિતરણ કરાયું હતું તેમ બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
Source link