- સરકારની ભરતીમાં ત્રણ વર્ષ માટે ગેરલાયક
- વિગતો વેબસાઈટમાં જાહેર કરવામાં આવેલ છે
- લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિ આચરી હતી
લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતી કરનાર ઉમેદવારો સામે પગલાં લેવામાં આવ્યા છે.
ભરતી નિયમો મુજબ ગેરલાયક ઠેરવવા નિર્ણય
રાજ્યમાં યોજાતી સરકારી નોકરીઓની ભરતીમાં થતા ગોટાળા હોય કે પછી પેપર લીકની ઘટના હોય તેને લઈ સરકાર પર અનેકવાર સવાલો ઉઠતા રહ્યા છે, જેને લઇને સરકાર પણ અનેકવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે, ત્યારે આ વચ્ચે સરકાર આ પ્રકારની ગેરરીતિને લઈ સતર્ક થઈ ગઈ છે.
લોકરક્ષકની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર ઉમેદવારોને દોષિત ઠેરવીને સરકારે આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે તે માટેનો નિર્ણય લીધો છે. લોકરક્ષક ભરતી 2011-RRની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરનાર કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં 28/05/2024 થી આગામી 3 (ત્રણ) વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.