બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોયે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી પરંતુ તેમ છતાં તેમને એક્ટરની અપેક્ષા મુજબની ફિલ્મોમાં કામ ન મળ્યું. આ સિવાય વિવેક ઓબેરોયે પોતાની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. એક્ટરે લાંબા સમય પછી અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને સલમાન ખાન પર કોમેન્ટ કરી.
અભિષેક બચ્ચનના કર્યા વખાણ
વિવેક ઓબેરોયે તાજેતરમાં જ પોતાની ઈન્ડસ્ટ્રી છોડવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તે હવે “પ્લાસ્ટિક સ્માઈલ” નું જીવન જીવતો નથી. ડો. જય મદાનની યુટ્યુબ ચેનલ પર તાજેતરના ઈન્ટરવ્યુમાં વિવેકને બોલીવુડના કેટલાક નામો પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે અભિષેક બચ્ચન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “તે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે, ખૂબ જ સરસ વ્યક્તિ છે.”
સલમાન અને ઐશ્વર્યાને લઈને કહી આ વાત
આ પછી, જ્યારે તેને ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું તો એક્ટરે કહ્યું કે “ભગવાન તેમનું ભલું કરે.” બધા જાણે છે કે વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ પીડાદાયક હતું. તેમના સંબંધો તૂટ્યા બાદ સલમાન ખાનને કારણે તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું.
હવે વિવેકે તેના બ્રેકઅપ વિશે વાત કરી અને કહ્યું, “સેલિબ્રિટી હોવાના કારણે અનુભવો ખૂબ ઊંડા છે કારણ કે તમે હંમેશા લોકોની નજરમાં છો. તમારું બ્રેકઅપ પણ દુનિયા માટે સમાચાર બની જાય છે.”
વિવેક ઓબેરોયે કહી આ વાત
વિવેકે આગળ કહ્યું કે “હું મારા પોતાના અનુભવથી બોલી રહ્યો છું. કેટલીકવાર આપણે એવા સંબંધોમાં હોઈએ છીએ જે ઝેરી હોય છે, જ્યાં લોકો તમારો ઉપયોગ કરે છે, તમારી કિંમત નથી કરતા, તમારું સન્માન કરતા નથી. તમે તે સંબંધમાં રહો છે કારણકે તમે તેમના મૂલ્યોને ઓળખી શકતાં નથી. તમે એ વિચારો છો કે, ‘તમને કોઈ ફરત પડતો નથી, તમે જીવ પણ આપી શકો છો’ પરંતુ તમારે તમારી કિંમત કરવી જોઈએ.
ઐશ્વર્યાએ અભિષેક સાથે કર્યા લગ્ન
2000ના દાયકાની શરૂઆતમાં સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે વિવાદ થયો હતો. 2003માં વિવેકે સલમાન પર ઐશ્વર્યા રાય સાથેના સંબંધોને લઈને તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ ખૂબ જ વિવાદાસ્પદ હતું. રિપોર્ટ્સ મુજબ ઐશ્વર્યા અને વિવેક કેટલાક વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે વિવેકનો બોલીવુડમાંથી બોયકોટ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.
Source link