NATIONAL

MahaKumbh 2025: વડાપ્રધાન મોદી 13 ડિસેમ્બરે જશે પ્રયાગરાજ, મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે મહાકુંભ 2025ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રયાગરાજ પહોંચશે.

અનેક ઓફિસો અને બિલ્ડીંગોને સજાવવા માટે આપી સૂચના

આ દરમિયાન વડાપ્રધાન મોદી મહાકુંભ વિસ્તારમાં અનેક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ 7 ડિસેમ્બરે મહાકુંભની તમામ તૈયારીઓની સમીક્ષા કરશે. રાજ્ય સરકારે પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભનગરને નવા જિલ્લા તરીકે જાહેર કર્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદીના આગમન દરમિયાન મહાકુંભનગર અને પ્રયાગરાજને તે જ રીતે સજાવવાની યોજના છે જે રીતે લોકો કોઈપણ તહેવાર દરમિયાન તેમના ઘરને શણગારે છે. આ સાથે જ તમામ વિભાગોને પણ તેમની ઓફિસો અને બિલ્ડીંગોને સજાવવા માટેની સૂચના આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

હાલમાં ઈમારતોને રોશનીથી શણગારી દેવાની પણ યોજના છે. આ ઉપરાંત મુખ્ય ચોક અને રસ્તાઓને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવશે. ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી છે. આ ઉપરાંત પીએમ મોદી જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, તેને સમય પહેલા પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદીના આગમનને લઈને ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે તમામ કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 7 ડિસેમ્બરે પ્રયાગરાજમાં વ્યક્તિગત રીતે આ કામોની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે તમામ વિભાગો અને અધિકારીઓ વડાપ્રધાનની પ્રયાગરાજ મુલાકાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

PWD અને અન્ય અધિકારીઓની પૂરજોશમાં તૈયારીઓ

જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા તમામ મહત્વપૂર્ણ રસ્તાઓનું નવીનીકરણ ઝડપથી પુરૂ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અને PWD દ્વારા તમામ રસ્તાઓના બ્યુટીફિકેશનનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવશે. વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટીંગ અને થીમેટીક લાઈટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. વીજ વિભાગ દ્વારા તમામ વીજ વાયરો નાખવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button