આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબડકરની 69મી પુણ્યતિથિ છે. આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે પીએમ મોદીએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મહાપરિનિર્વાણ દિવસ પર અમે બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રતિક ડૉ. બાબાસાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ. સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરનો અથાક સંઘર્ષ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.
પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે જ્યારે આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ, ત્યારે અમે તેમના સ્વપ્નને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરીએ છીએ. જય ભીમ! તેમના ટ્વીટમાં પીએમ મોદીએ આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્ય ભૂમિની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. આજે બાબાસાહેબ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે.
કોંગ્રેસ પાર્ટીએ પણ આપી શ્રદ્ધાંજલિ
મહાપરિનિર્વાણ દિવસ પર કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના પ્રતીક બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમના આદર્શો અને વિચારો યુગો સુધી આપણને ન્યાયના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે.
બાબાસાહેબ આંબેડકરની 69મી પુણ્યતિથિ
આજે બાબાસાહેબ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.