NATIONAL

Maharashtra: ગોંદિયામાં બસ પલટી, 9ના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ પલટી હોવાનું સામે આવ્યું છે. બસ ડ્રાઇવરે બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઇ હતી. જેમાં બસમાં સવાર 9 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

ઇજાગ્રસ્તોને ખસેડાયા સારવાર હેઠળ

ગોંદિયા જિલ્લાના બિન્દ્રાવના ટોલા ગામ પાસે રાજ્ય પરિવહનની બસે કાબૂ ગુમાવ્યો અને પલટી મારતાં અકસ્માત થયો હતો.  આશરે 30 લોકો ઘાયલ છે અને ઘાયલોને ગોંદિયા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ ગોંદિયા પોલીસે જણાવ્યું હતું. 

પીડિતોને 10 લાખની સહાય જાહેર

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટનાના પીડિતોને 10 લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે. આ ઘટના પાછળનું કારણ એવું કહેવાય છે કે બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ કાબૂ બહાર ગઈ હતી. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર ખજરી ગામ પાસે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ કાબૂ બહાર થતા પલટી ખાઇ ગઇ હતી. શુક્રવારે બપોરે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી.

બસ ચાલક ફરાર 

મહત્વનું છે કે અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો હતા જેમાંથી 9ના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી પણ શકે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓની સૂચનાથી એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. ફરાર ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button