NATIONAL

Maharashtra: ‘બદલો પૂરો’ પોસ્ટર વૉર શરૂ ! ફડણવીસના હાથમાં રિવોલ્વર દેખાઇ

મહારાષ્ટ્રના બદલાપુરમાં સ્કૂલ યૌન શોષણ મામલે આરોપી અક્ષય શિંદની પોલીસ અથડામણમાં મોત થયા બાદ પોસ્ટર વૉર શરૂ થઇ ગયુ છે. મુંબઇના કલા નગર બાંદ્રા સિહત અનેક વિસ્તારમાં બદલાપુરા નામના પોસ્ટર લાગ્યા છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રીના ફોટા વાળા અનેક બેનર મુંબઇમાં લગાવવામાં આવ્યા છે. જેની પર લખવામાં આવ્યું છે કે બદલો પુરો થઇ ગયો છે.
દેવેન્દ્ર ફડણવીસના લાગ્યા પોસ્ટર
પોસ્ટરમાં કોઇનું નામ નથી લખવામાં આવ્યું પરંતુ જે રીતે બદલાપુર જાતીય શોષણ મામલા પછી હોબાળો થયો હતો. બીજેપી નેતા ફડણવીસના રાજીનામાની માગ ઉઠી હતી અને હવે પોસ્ટરમાં દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે. તેઓ ફાયરિંગ કરી રહ્યા હોય તે રીતે બતાવ્યા છે. અને કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી કાર્યકર્તાઓ દ્વારા જ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

શિવસેના શિંદે- ઉદ્ધવ જૂથ આમને સામને
બદલાપુર એન્કાઉન્ટર કેસ મામલે શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યં કે જે રીતે આરોપીનું એન્કાઉન્ટર થયુ તેનાથી ખ્યાલ આવે છે કે ઘણી વાતો છૂપાવાનો પ્રયાસ થયો. જ્યારે શિંદે જૂથના શ્રીકાંત શિંદેએ કહ્યું કે આરોપીઓના એન્કાઉન્ટર થતા વિપક્ષ કેમ આટલુ દુઃખી થાય છે. જો તમને એટલુ જ દુ:ખ હોય તો શ્રદ્ધાંજલિ સભા યોજી શકો છો.

હાઇકોર્ટમાં 2 અરજી દાખલ
મહત્વનું છે કે અક્ષય શિંદે એ્ન્કાઉન્ટર કેસમાં અક્ષયના પિતાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં એન્કાઉન્ટરને ફેક ગણાવીને એસઆઇટી રચવાની માગ કરી છે. અક્ષયના પિતાએ પોતાના જીવને પણ જોખમ હોવાનું જણાવ્યું. આ ઉપરાંત અક્ષયના એન્કાઉન્ટર સામે હાઈકોર્ટમાં વધુ બે અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી એક આરટીઆઈ કાર્યકર્તા કેતન દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજી એડવોકેટ અસીમ સરોદે દ્વારા કરવામાં આવી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button