NATIONAL

Maharashtra: DyCM, ગૃહ, શહેરી વિકાસ…સહિત મેગા મિનિસ્ટ્રીની માગ પર શિવસેના અડગ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ નથી પણ ક્યારે અને ક્યાં શપથગ્રહણ સમારોહ યોજાશે તેની જાહેરાત થઇ ગઇ છે. 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે પણ કોણ શપથ લેશે તે હજી સુધી નક્કી થયુ નથી. ત્યારે સીએમના નામને લઇને ક્યાં પેચ ફસાયો છે તે વિશે અલગ અલગ માહિતી સામે આવી રહી છે.

આ મંત્રાલયની માગણી પર અડગ
મહત્વનું છે કે એકનાથ શિંદેની તબિયત હાલ ખરાબ છે. તેઓ નારાજ પણ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિંદે જૂથ નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનના પદની માંગ પર અડગ છે અને ગૃહ વિભાગ સહિત અગાઉની સરકારમાં તેની પાસે રહેલા તમામ 9 વિભાગોની માગ પર અડગ છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમાં શહેરી વિકાસ મંત્રાલયનો પણ સમાવેશ થાય છે.

વતનમાં છે શિંદે
સીએમ શિંદે સરકારમાં જોડાશે કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે, પરંતુ રાહ એ જોવાઇ રહી છે કે ભાજપ પહેલા સીએમ ચહેરાની જાહેરાત કરે. મહત્વનું છે કે દિલ્હીમાં બેઠક મળી હતી. પછી મુંબઇમાં બેઠક મળવાની હતી તે કેન્સલ રહી. ત્યાર બાદ અચાનક જ સીએમ શિંદે સતારા જિલ્લામાં તેમના વતને ગયા. મળતી માહિતી મુજબ તેઓ આજે બપોરે 2 વાગ્યે સતારાથી રવાના થશે. હાલમાં એ નક્કી નથી કે મુખ્યમંત્રી તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં જશે કે થાણેમાં તેમના ખાનગી નિવાસસ્થાને રહેશે.

બીજેપીએ શપથ સમારોહની તારીખ કરી જાહેર
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે થશે. આ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાઈ શકે છે. આ પહેલા તમામની નજર મહારાષ્ટ્ર સરકારની રચના અને કાર્યકારી સીએમ શિંદેના આગામી પગલા પર છે. મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે છેલ્લા બે દિવસથી તાવ અને ગળામાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. તેઓ તેમના વતન ગામ સતારામાં હાલ તેઓ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button