GUJARAT

Mahisagar: સોનાની છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ, સીસીટીવીની મદદથી મળી સફળતા

મહિસાગરમાં સોનાની છેતરપિંડી કરનારા ઝડપાયા છે. અસલી સોનું લઈને નકલી સોનું પધરાવી દેતા હતા અને આ નકલી સોનું આપી અસલી સોનું લઈ છેતરપીંડી કરતી આખરી ગેંગ ઝડપાઈ છે.

લુણાવાડાના દીયંસી જ્વેલર્સ સાથે આચરી હતી છેતરપિંડી

લુણાવાડાના દીયંસી જ્વેલર્સ સાથે કરી આ ગેંગે છેતરપિંડી આચરી હતી. લુણાવાડા નગરમાં આવેલી દીયંસી જવેલર્સમાં સોનાની ચેઈન અને લકી સહિતના મુદ્દામાલમાં છેતરપિંડી કરનારા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. સીસીટીવીની મદદથી પોલીસે તપાસ કરતા મોટી સફળતા મળી છે અને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી છે. 13 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2550 ડોલરને પાર ગયો છે અને જો ભારતીય બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો તે રૂપિયા 74,900ને પાર છે. હાલમાં સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો યથાવત જોવા મળી રહ્યો છે અને વેપારીઓના કહેવા મુજબ તહેવારોના સમયે જ સોનાના ભાવમાં વધારો થયો છે અને દિવાળી સુધીમાં આ ભાવ હજુ પણ વધવાની સંભાવના છે.

તલોદમાં 1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

મોડાસાના તલોદમાં પિતા પુત્ર સામે 1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. કંપનીમાં રોકાણ કરવાની અને અઢીથી ત્રણ મહિનામાં 30થી 35 ટકા નફો આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. મોડાસાના દિવ્યાસ કુલદીપ શર્મા અને કુલદિપ બાલકિશન શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ઠગ પિતા અને પુત્રએ યશ બેંકનું ખોટું સ્ટેટમેન્ટ બનાવ્યાનો ફરિયાદમાં ઘટસ્ફોટ કર્યો હતો, ત્યારે આ મામલે તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બોટાદમાં હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાના નામે છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ

થોડા દિવસો પહેલા બોટાદ પોલીસ મથકમાં એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કે આરોગ્ય વિભાગની ભરતીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાના નામે મારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. બોટાદના હેતલબેન પરાગભાઈ ગોહિલ નામના મહિલાએ વર્ષ 2022માં આરોગ્ય વિભાગ દ્વારા MPHWની ભરતી યોજવામાં આવી હતી. આ ભરતીમાં હેલ્થ વર્કર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી 8 લાખ રૂપિયા લઈ છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button