મલાઈકા અરોરા અને અમૃતા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બુધવારે તેમના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી છે અને આ દરમિયાન બોલીવુડ સ્ટાર્સ શોખમાં સામેલ થવા પહોંચી રહ્યા છે. અનિલ અરોરાએ મુંબઈના બાંદ્રામાં પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ શું હતું તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ અરબાઝ ખાનને આ સમાચારની જાણ થતાં જ તે પણ મલાઈકાના ઘરે પહોંચી ગયો હતો.
હજુ સુધી મલાઈકા અને તેના પરિવાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમજ શું થયું તે પણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ એક દિવસ પહેલા જ બંને બહેનો પરિવારને મળવા આવી હતી.
મલાઈકા અરોરાના માતા-પિતાના થયા હતા છૂટાછેડા
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા હતા તેઓ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં હતા. તે હિન્દુ પંજાબી પરિવારમાંથી આવે છે જ્યારે તેની માતા જોયસ પોલીકાર્પ ખ્રિસ્તી મલયાલી છે. બંનેના લગ્ન થયા અને પછી બે દીકરીઓના માતા-પિતા બન્યા હતા. જ્યારે મોટી દીકરી મલાઈકા 11 વર્ષની હતી અને અમૃતા અરોરા 6 વર્ષની હતી ત્યારે બંને અલગ થઈ ગયા હતા. જોયસ પોલીકાર્પ તેના બાળકોને થાણેથી ચેમ્બુર લઈ ગઈ અને પુત્રીઓનો ઉછેર કર્યો હતો. પરંતુ થોડા વર્ષો બાદ મલાઈકાના માતા-પિતા ફરીથી સાથે રહેવા લાગ્યા. બંને બાંદ્રામાં એક મકાનમાં રહેતા હતા.
મલાઈકા અરોરાએ પરિવાર અંગે કહી હતી આ વાત
એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ તેના માતા-પિતાના છૂટાછેડા અંગે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેમનું બાળપણ સારું હતું પરંતુ સરળ નહોતું. આ સમયગાળા દરમિયાન તેણે તેની માતાને એક અલગ જ રૂપમાં જોઈ છે. સિંગલ રહેવું અને પેરેન્ટિંગ કરવું સહેલું નથી. તેના માતાપિતાના છૂટાછેડાની તેના પર પણ ઘણી અસર થઈ છતાં તેણી પણ મજબૂત બની અને તે પોતાની શરતો પર જીવન જીવે છે.
અનિલ અરોરાના મૃત્યુના એક દિવસ પહેલા મલાઈકા-અમૃતા તેના માતા-પિતાને મળવા આવ્યા હતા. પરિવારના સભ્યો વારંવાર એકબીજાને મળે છે. ફાધર્સ ડે હોય કે તહેવાર અમૃતા અને મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર તેમના માતા-પિતા સાથેના ફોટા શેર કરે છે. દિવાળી હોય કે કોઈ પણ તહેવાર આખો પરિવાર એક સાથે જોવા મળે છે છતાં પણ મલાઈકાને પપ્પાએ આવું પગલું કેમ ભર્યું?
Source link