બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી મહાકુંભમાં સાધ્વી બન્યા હતા. ત્યારથી કોઇને કોઇ વિવાદ તેમની સાથે જોડાયેલો છે. તેઓ જ્યારથી ભારત પરત ફર્યા છે. ત્યારથી તેમનું નામ ચર્ચાતુ રહ્યુ છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મમતા કુલકર્ણી કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બન્યા અને બાદમાં ટીકા-ટીપ્પણી થતાં તેમને મહામંડલેશ્વર પદવીમાંથી હટાવવામાં આવ્યા હતા. હવે તેઓએ પોતાના એક જુના મુદ્દે સ્પષ્ટતા કરીને ફરી વિવાદનો મધપુડો છંછેડ્યો છે.
જુના વિવાદ પર મમતા કુલકર્ણીએ તોડી ચુપ્પી
બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી ભારત પરત ફર્યા છે. ત્યારથી ચર્ચાનો વિષય બન્યા છે. મમતા લાંબા સમયથી આધ્યાતમિક જીવન જીવી રહ્યાં છે. હાલમાં જ તેઓને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવાયા હતા. પરંતુ વિવાદોએ જન્મ લેતા તેમને મહામંડલેશ્વરની ગાદી પરથી દુર કરવામાં આવ્યા હતા. તેઓ માત્ર 7 દિવસ જ મહામંડલેશ્વર બની શક્યા હતા. જેને લઇને ખૂબ વિવાદ થયો હતો. હાલમાં જ મમતાએ સંવાદ કરતા જણાવ્યુ હતુ કે, તેઓએ સાધ્વી બન્યા બાદ 23 વર્ષથી કોઇ એડલ્ટ ફિલ્મ નથી જોઇ. આ દરમિયાન મમતાએ પોતાની એક વિવાદાસ્પદ વાત વિશે પણ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, નવરાત્રીમાં મમતા 9 દિવસના ઉપવાસ કરતા અને દિવસે હવન પણ કરતા હતા. પરંતુ સાથે જ રાત્રે તેઓ મદિરા પાનનું સેવન પણ કરતા હતા. આ સમયે મમતા બોલીવુડની અભિનેત્રી હતા. અને દારુ પીવા માટે તાજ હોટલમાં જતા હતા. આ કિસ્સાએ મોટો વિવાદ સર્જ્યો હતો. મમતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, બોલીવુડમાં કામ કરતી હતી ત્યારે વર્ષ 1997માં મારા જીવનમાં મારા ગુરુ સાથે મુલાકાત થઇ હતી. આ દરમિયાન તેમનું જીવન એક કડક દિનચર્ચા અનુસરતું હતુ. તેઓ જ્યારે પણ શૂટીંગ પર જતા ત્યારે તેમની પાસે બેગ રહેતી હતી. એક બેગમાં કપડા અને બીજા બેગમાં નાનું મંદિર રહેતું હતુ. આ મંદિર તેમના શૂટીંગ સમયે ટેબલ પર સજાવવામાં આવતું અને જ્યારે પણ કામ શરુ કરે તે પહેલા તેની પૂજા કરવામાં આવતી હતી. નવરાત્રી દરમિયાન તેઓ 9 દિવસ માત્ર પાણી જ પીતા અને ચંદનથી યજ્ઞ કરતા હતા.
મિત્રો સાથે નવરાત્રીમાં મદિરાપાન
મારા ડિઝાઇનર મિત્ર હતા. જેઓ ફિલ્મ જગતથી જોડાયેલા હતા. તેઓએ એક દિવસ મને પૂછ્યુ કે, મમતા તુ શું કરી રહી છે. તુ ખૂબ ગંભીર થઇ ગઇ છે. ચાલ આપણે ફરવા જઇએ. પછી અમે તાજ હોટલ ફરવા ગયા. અહીં હું સ્કોચ પીતી હતી. પણ દારુ પીધા પછી મને વોશરૂમ જવુ પડતુ. કારણ કે દારુ મારા શરીરમાં એક અલગ જ નશો પેદા કરતો હતો. અને હું વોશરૂમમાં જ બેઠી રહેતી હતી. જીવનમાં શાંતિ સ્થાપવા માટે મે મારા ગુરુ સાથે વાત કરી અને તેઓએ આધ્યાતમિક માર્ગ સુચવ્યો. મે 12 વર્ષ સુધી એવો માર્ગ અપનાવ્યો કે કોઇ મારા સુધી પહોંચી ન શકે. મમતા કુલકર્ણીએ દુબઇ અને કેન્યામાં જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો છે. આ દરમિયાન તેણે સાધ્વી જીવન જ જીવ્યુ છે.
Source link