અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટ પર બાતમીના આધારે ગુદાના ભાગે છુપાવીને લાવેલ રૂ.96 લાખની કિંમતના સોનાની કેપ્સ્યુલ્સ સાથે જીવન વિક્રમ સિંહ ઉર્ફે રાકેશ કુમાર જયસ્વાલને ક્સ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટ અધિકારીએ ઝડપી પાડયો છે.
પકડાયેલ જીવન વિક્રમસિંહ ઉર્ફે રાકેશકુમાર ગુદાના ભાગે છુપાવીને લાવેલ એક કરોડની કિંમતની સોનાની કેપ્સ્યુલ્સ ઢાકાથી બાય રોડ લાવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી કલકત્તા જતા એર ઈન્ટેલિજન્સ યુનિટ અધિકારીએ ઝડપી લીધા હતા. કસ્ટમ ડયુટી નહીં ભરવા માટે ગુદાના ભાગે છુપાવીને લાવ્યા હોવાની કબૂલાત કસ્ટમ વિભાગ સામે કરી હતી. કસ્ટમની તપાસમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલ જીવન વિક્રમસિંહ ઉર્ફે રાકેશકુમારના ત્રણ આધારકાર્ડ મળી આવ્યા હતા. જેમાં રાકેશ કુમાર જયસ્વાલ, નિખિલ રવિન્દ્ર ગોયલ અને જીવન વિક્રમસિંહ ઉર્ફેરાકેશકુમારના નામના મળ્યા હતા. દાણચોરીના કિસ્સામાં મુસાફરે રાકેશ કુમાર જયસ્વાલના નામે નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો.
એસવીપીઆઈ એરપોર્ટ કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે, ઈન્ડિગો ફલાઈટમાં આવતા મુસાફર દાણચોરીનું સોનું લઈને આવ્યો છે. જેના આધારે કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટે પસાર થઈ રહેલા જીવન વિક્રમ સિંહ ઉર્ફે રાકેશ કુમાર જયસ્વાલને અટકાવ્યો હતો અને પુછપરછ કરી હતી. તેની પાસેથી ત્રણ કેપ્સ્યુલ્સમાં રાસાયણિક મિશ્રાણ સાથે સોનાની અર્ધ ઘનપેસ્ટ મળી આવી હતી. જેનું 1,202 ગ્રામ વજનની આશરે રૂ.96 લાખની કિંમતની હતી. રાસાયણિક મિશ્રાણ સાથે સોનાની અર્ધ ઘનપેસ્ટ ત્રણ કેપ્સ્યુલ્સ ગુદાના ભાગે છુપાવીને લાવ્યા હતા. કસ્ટમ વિભાગે જીવન વિક્રમ સિંહ ઉર્ફે રાકેશ કુમાર જયસ્વાલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.
Source link