ધંધૂકા શહેરની બેન્કમાંથી મુદ્રા લોન લેનાર વાસણા ગામના મહેશભાઈ ચાવડાને લોન રૂ. 5.40 લાખની મંજૂર થઈ હતી. પરંતુ તેમને લોન પેટે માત્ર રૂ. 4.30 લાખ મળ્યા હોવાના દાવા સાથે ધંધૂકા પોલીસમાં લેખિતમાં અરજી કરી તત્કાલિન બેન્ક મેનેજર અને એજન્ટ સામે રૂ. 1.10 લાખની છેતરપિંડી કર્યા સબબની રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
ધંધૂકાની BOIમાંથી અરજદાર મહેશ ચાવડાએ મુદ્રા લોન માટે અરજી કરી હતી. જે અનુસંધાને બેંકે લોન મંજુર કરી નાંખી હતી. અરજદાર થોડા દિવસ પહેલા બેન્ક ખાતે પોતાની લોન ભરવા ગયો હતો. ત્યારે હાલના બેન્ક મેનેજર દિલીપભાઈએ જણાવ્યું કે તમારી રૂ. 5.40 લાખની લોન મંજૂર થઈ હતી અને તે પ્રમાણે આપે પૈસા ભરી લોન સમાપ્ત કરવી પડે. ત્યારે અરજદારે જણાવ્યું કે મારી તો રૂ. 5 લાખની લોન મંજૂર થઈ હતી અને તે પેટે મને રૂ. 4.30 લાખ જ મળ્યા છે.
ત્યારે સમગ્ર છેતરપિંડીની હકીકત બહાર આવી હતી. મહેશભાઈને તે સમયે એજન્ટ નવલભાઈ દ્વારા તેમની 5 લાખની લોન મંજૂર થઈ ગઈ છે અને હું તમારી દુકાને આવી રૂપિયા આપી જાવ છું. તેમ કહી તેમની દુકાને રૂ. 4.30 લાખ આપ્યા અને બાકીના 70 હજાર આગામી 6 મહિનામાં તમારા ખાતામાં જમા થઈ જશે એવું જણાવ્યું હતું. જો કે તેમની રૂ. 5.40 લાખની લોન મંજૂર થઈ હોવાની જાણ થતાં જ એજન્ટ અને મેનેજરને ફોન લગાવ્યા પણ હવે ફોન ઉપાડતા નથી. આથી ધંધૂકા પોલીસ મથકમાં બેન્ક મેનેજર પ્રદીપભાઈ અને એજન્ટ નવલ ગાંગડીયા સામે રૂ. 1.10 લાખની ઠગાઈ કરી હોવા સબબની અરજી કરી હતી.
Source link