હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક 37 ઝૂંપડા અને 9 મકાનોનો વસવાટ હતો. ત્યારે તાજેતરમાં આ યાર્ડના વિસ્તરણ માટે આ જગ્યાની મંજૂરી રાજ્ય સરકારે આપતા આ તમામ ઝૂંપડાઓનું ડિમોલેશન કરાતા અનેક પરિવારો મકાનવિહોણા બની ગયા હતા.
ત્યારે હળવદ માર્કેટયાર્ડે ડીમોલેશન બાદ જરૂરિયાતમંદોને આશરો મળી રહે તે માટે મકાન બનાવવા મદદ કરવામાં આવી છે. હળવદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની સગવડતા માટે જગ્યા વિસ્તારવાનું આયોજન કરાયુ હતુ. રાજ્ય સરકારે યાર્ડની નજીક જે જગ્યા મંજૂર કરી ત્યાં 37 ઝુંપડા અને 9 મકાન છેલ્લા વીસેક વર્ષથી હતા. યાર્ડની જગ્યા વધારવા માટે આ ઝુંપડા અને મકાનના દબાણને હટાવવા જરૂરી હતા. જેથી આ પરિવારોને પ્રેમથી સમજાવી તેઓને હટાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ્ આ લોકો ઘરવિહોણા ન બને તે માટે માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ યાર્ડ દ્વારા ઝુંપડા ધારકોને નજીકમાં જ એંગલ, પતરા અને અન્ય સાધનો તેમજ મકાન ધારકોને પતરા-દાબડા સહિતની જરૂરી સામગ્રીઓ આપી ઝુંપડા અને મકાન બનાવવામાં મદદ કરવામાં આવી હતી. આમ જરૂરિયાતમંદ લોકોના પુનર્વસનમાં માર્કેટ યાર્ડ તેઓ માટે દેવદૂત બનતા આ વિસ્તારના ઝૂંપડાઓના રહીશોમાં આનંદ છવાઈ ગયો હતો.
Source link