વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર પાડોસી રાજ્ય રાજસ્થાન સરહદને અડીને આવેલ હોઈ રાજસ્થાન માંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં ના આવે તેમજ લોકો દારૂ પીને પ્રવેશ ના કરે તે માટે ત્રણ ચેક પોસ્ટો ગોઠવી સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આગામી સમય થર્ટી ર્ફ્સ્ટ નિમિત્તે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અલગ અલગ રાજસ્થાન બોર્ડર ઉપર ચેક પોસ્ટ ગોઠવવામાં આવી છે જેમાં 1.માવસરી બાખાસર રોડ ઉપર 2.મીઠાવી ચારણ 3. દૈયપ ત્રણ રસ્તા જે જગ્યાએ ચેકપોસ્ટ ગોઠવી ત્યાં પોલીસ હોમગાર્ડ જીઆરડીના માણસો ગોઠવીને રાજસ્થાન બાજુથી આવતા વાહનો જેમાં કોઈ વાહન ગેરકાયદેસર કે શંકાસ્પદ જણાવી આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દર્જ કરવો તેમ જ ગુજરાતમાં આવતો દારૂ, અફીણ ,ચરસ ગાંજો કેવી નશાયુક્ત ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે માવસરી પોલીસ સ્ટેશન તરફ્થી સઘન સુરક્ષા વધારી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Source link