- મહેસાણીની સ્પર્શ વીલા સોસાયટીમાં બની આ ઘટના
- બાળકી સોસાયટીમાં સાયકલ ચલાવી રહી હતી અને કારની ટાયર ફરી વળ્યુ
- સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
મહેસાણામાં એક બાળકીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં એક બાળકી ઘરની આગળ સાયકલ ચલાવી રહી હતી અને અચાનક કાર આવતા ગભરાઈને સાયકલ પરથી નીચે પડી હતી અને કારનું ટાયર બાળકી પર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યુ છે.
શહેરની સ્પર્શ વીલા સોસાયટીમાં બાળકીનું મોત
જણાવી દઈએ કે મહેસાણાની સ્પર્શ વીલા સોસાયટીમાં બાળકી સાયકલ ચલાવી રહી હતી અને અચાનક જ એક કાર આવી અને બાળકી કાર નીચે આવી જતા બાળકીનું મોત નીપજ્યુ છે. આ બાળકીનું નામ દિશા પટેલ હોવાની માહિતી મળી છે અને તેની ઉંમર 4 વર્ષ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં રિવર્સ આવતી કારના ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતા થયુ મોત
થોડા સમય અગાઉ જ સુરતમાં પણ કારની નીચે આવી જતા બાળકીનું મોત થવાની ઘટના બની હતી. મધ્ય પ્રદેશથી રાજેશ વસુનિયા તેમના પરિવાર સાથે આવી વરિયાવ ખાતે આવેલી ઓરેન્જ રેસિડેન્સી નામની બાંધકામ સાઈટ પર કામ કરી ત્યાં જ રહેતા હતા અને રાજેશ કામ પર આવી ગયો હતો અને રાજેશની સૌથી નાની પુત્રી અંકિતા બાળકો સાથે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પાસે રમી રહી હતી, ત્યારે રિવર્સમાં આવતી એક કારના ચાલક પિયુષભાઈ રાજુભાઈ ડોબરીયાએ અંકિતાને અડફેટે લીધી હતી. અંકિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ ત્યાં તબીબોએ માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી.
1 મહિના અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બની હતી
1 મહિના અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં પિતા દ્વારા જ બાળકીનું મોત થયું હતું. પિતાની કાર નીચે જ બાળકી આવી જતા કારનું ટાયર બાળકી પર ફરી વળ્યુ હતું અને બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે આ મામલે પોલીસે તપાસ પણ કરી હતી.
Source link