શિયાળાની શરૂઆત સાથે જ મહેસાણા જિલ્લામાં રવી સીઝનના કૃષિ પાકોના વાવેતરનો પ્રારંભ થયો છે.દિવાળી બાદ એક સપ્તાહથી જગતના તાત ખેડૂત દ્વારા વાવેતરની શરૂઆત સાથે એક અઠવાડિયામાજ 11832 હેકટરમા વિવિધ પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ છે.
રવી સીઝનમા કુલ વાવેતરના 40 ટકા વાવેતર રાયડો અને ઘઉંનુ વાવેતર કરવામાં આવતું હોય છે.ત્યારે પ્રથમ અઠવાડિયામા રાયડાનું 5622 તો ઘઉંનું 213 જયારે વરિયાળીનુ 335 હેક્ટરમા વાવેતર કરવામાં આવ્યુ છે.શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાજ ખેડૂતો દ્વારા પણ રવી વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ચોમાસામા સારો વરસાદ થવાથી ખરીફ્ પાકોનું શારૂ ઉત્પાદન થયું છે.દિવાળી બાદ રવી સીઝનની શરૂઆત થતી હોય દિવાળીના તહેવાર પૂર્ણ થતા જ ખેડૂતો રવી વાવેતરમા લાગ્યા હતા. જિલ્લાના મહેસાણા, વિસનગર, ખેરાલુ, વડનગર, સતલાસણા, ઊંઝા, વિજાપુર, કડી, બેચરાજી અને જોટાણા તાલુકામા દિવાળી બાદ વાવેતરની ધીમા પગલે શરૂઆત થઇ છે.
આ દશેય તાલુકામા નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી વાવેતર શરૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં સૌથી વધુ વિસનગર તાલુકામા 3225 હેકટરમા વાવેતર થયું છે, તો સૌથી ઓછું ઊંઝા તાલુકામા 447 હેકટરમા રવી વાવેતર થયું છે.જોકે મહેસાણા જિલ્લામા ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે.ત્યારે ઘઉં,રાયડો,વરિયાળી,ચણા,તમાકુ સહીત પાકોના વાવેતરમા ભારે વધારો નોંધાઈ શકે છે.હાલમાં જગતના તાત દ્વારા જિલ્લામાં રાયડો,ઘઉં,વરિયાળી સહીત વિવિધ કૃષિ પાકોના વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Source link