મહેસાણા જિલ્લામાં સીઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી પર પહોંચ્યું હતુ.જેને લઇ જિલ્લામાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળ્યું હતુ, તો અસહ્ય ઠંડી પગલે વહેલી સવારે અને સાંજના સમયે જાહેર માર્ગો સૂમસામ બન્યા હતા.ત્યારે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ નવી આગાહી કરવામાં આવી છે.
જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 9 થી 10 ડિગ્રી પર જળવાઈ રહેશે. જેને લઈ આગામી સપ્તાહમા કાતિલ ઠંડીનો સામનો જિલ્લાવાસીઓને કરવો પડી શકે છે. મહેસાણા જિલ્લામા સપ્તાહના અંતિમ દિવસોમા તાપમાનમા ભારે ઘટાડો થયો છે.
મહત્તમ તાપમાનમા બેથી ત્રણ ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાનમા પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા મહેસાણ જિલ્લો કાતિલ ઠંડીમા ઠુંઠવાયો હતો. પાછલા કેટલાક દિવસોમા ઠંડીમા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈ અનુમાન આપવામાં આવ્યું હતુ. જે અનુમાન મુજબ તાપમાનમા ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા પગલે ગુજરાત, રાજસ્થાનમા કાતિલ ઠંડીનુ મોજું ફરી વળ્યું છે. જેની અસર મહેસાણા જિલ્લામાં પણ બે દિવસથી જોવા મળી હતી. તાપમાન ગગડતા લોકો ઠંડીથી ઘરમાં પૂરાઈ રહ્યા હતા. મહેસાણામાં પાછલા 24 કલાક દરમિયાન પણ મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમા ઘટાડો જોવા મળ્યો હતો. વહેલી સવારે અને રાત્રિના સુમારે વાતાવરણમાં ભેજ અને પવનના કારણે કાતિલ અને અસહ્ય ઠંડી અનુભવાઇ હતી.જેને લઈ રવિવારે મહેસાણાનુ મહત્તમ તાપમાન 29 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમા પણ હજુ પણ ઘટાડો થઇ શકે છે.તો તે બાદ પાંચ દિવસ સુધી તાપમાન જળવાઈ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ છે. જેને લઈ જિલ્લાવાસીઓ આ દિવસો દરમિયાન કાતિલ ઠંડી અનુભવી શકે છે.
Source link