મહેસાણા શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ભૂગર્ભ ગટરો ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય હતી. જોકે આ સમસ્યા તંત્રના ધ્યાને આવતા બિલાડી બાગના પમ્પિંગ સ્ટેશનમાં મોટરો વારંવાર ખરાબ થઈ જતા સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ પરિસ્થિતિ વચ્ચે ગાયત્રી મંદિર પાસે પસાર થતી વરસાદી કેનાલમાં મોટા પ્રમાણમાં દુષિત પાણી આવતા આસપાસના વિસ્તારના લોકો ગંદકી અને દુર્ગંધથી પરેશાન બન્યા હતા. જે અંગે સ્થાનિકોએ કોર્પોરેટરોને રજુઆત કરતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.માનવ આશ્રમ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા સાથે વરસાદી લાઈનમાં નિકાલ કરાયેલ દુષિત દુર્ગંધ મારતા પાણીએ પણ નાગરિકોના નાકે દમ લાવી દીધો હતો. ત્યારે સમસ્યાના હલ માટે રજુઆત મળતા મહેસાણા નગરપાલિકા તંત્ર દ્વારા બિલાડી બાગના પમ્પિંગ સ્ટેશનનું મેન્ટેનન્સ કામ નવી મોટર લગાવી પૂરું કરતા આ વિસ્તારમાં ભરાયેલ ગટરની કુંડીઓ અને લાઈનો ખાલી થઈ હતી. જ્યારે વરસાદી લાઈનમાં પણ દુષિત પાણી આવતું ઓછું થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Source link