25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ. આ દિવસે ખ્રિસ્તીઓ નવા વર્ષની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરે છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એમ 5 દિવસ રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ક્રિસમસ પર્વની શુભકામના પાઠવી. તેમજ પીએમ મોદીએ મંગળવારે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સબકા સાથ, સબકા વિકાસનો સંદેશ આપ્યો હતો.
પીએમ મોદીએ પાઠવી શુભકામના
પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે તમને બધાને ક્રિસમસની શુભકામના. પ્રભુ ઈસુના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે. મહત્વનું છે કે PM મોદી CBCI સાથે ક્રિસમસની ઉજવણીમાં જોડાયા હતા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું, જીસસે દુનિયાને નિઃસ્વાર્થ સેવાનો માર્ગ બતાવ્યો. અમે નાતાલની ઉજવણી કરીએ છીએ અને ઈસુને યાદ કરીએ છીએ જેથી કરીને આપણે આ મૂલ્યોને આપણા જીવનમાં લાગુ કરી શકીએ.
સૌનો સાથ, સૌનો વિકાસનો સંદેશ આપ્યો
પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે તે આપણી વ્યક્તિગત જવાબદારીની સાથે સાથે સામાજિક જવાબદારી પણ છે અને એક રાષ્ટ્ર તરીકે આપણી ફરજ છે કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસની સમાન ભાવના સાથે આગળ વધે અને દેશ આ ભાવના સાથે આગળ વધી રહ્યો છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એવા ઘણા મુદ્દા હતા જેના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું ન હતું પરંતુ વ્યક્તિગત દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. અમે તેમને અમારી પ્રાથમિકતા બનાવી છે. અમે સરકારને નિયમો અને ઔપચારિકતાઓમાંથી બહાર કાઢી. દરેક ગરીબને કાયમી ઘર મળવું જોઈએ, દરેક ગામમાં વીજળી પહોંચવી જોઈએ, લોકોના જીવનમાંથી અંધકાર દૂર થવો જોઈએ, લોકોને પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ. સારવારથી કોઈ વંચિત ન રહેવું જોઈએ. અમે એક સિસ્ટમ બનાવી છે જે આ પ્રકારની સેવાની ખાતરી આપે છે.
“ઈસુએ ભાઈચારો શીખવ્યો”
પીએમ મોદીએ કહ્યું કે, જીસસના ઉપદેશો સૌહાર્દ, ભાઈચારો અને પ્રેમ દર્શાવે છે અને આપણે બધા સાથે મળીને આ લાગણીને વધુ મજબૂત કરીએ તે જરૂરી છે. આ દરમિયાન પીએમએ બાળકો સાથે વાતચીત પણ કરી હતી. ઈસુની ભક્તિમાં ઘણા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પીએમ મોદીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સીબીસીઆઈના ધર્મગુરુએ પીએમનું સન્માન કર્યું અને તેમને શાલ પહેરાવી હતી.