NATIONAL

Delhi: 10 રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

શું આ વખતે શિયાળો જલદી આવશે? આ સવાલ એટલા માટે પૂછાય છે કારણ કે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર 10 રાજ્યમાં કાલે એટલે કે 13 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી ઇશ્યૂ કરાઈ છે.

રવિવારે જે રાજ્યોમાં વરસાદના અણસાર છે તેમાં તામિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલપ્રદેશ અને ગુજરાત સામેલ છે. આ તમામ રાજ્યોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે. રવિવારે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદનું એલર્ટ છે આગામી છ દિવસ સુધી કેરળમાં અને 14 થી 16 ઓક્ટોબર સુધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

આજે ગુજરાત-ગોવામાં વરસાદની સંભાવના

રવિવારે કોંકણ, ગોવા અને ગુજરાતમાં અલગ-અલગ ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પણ વરસાદથી તરબોળ થઈ શકે છે. દિલ્હીમાં રવિવારે હવામાન સાફ રહેશે. અહીં 16 ઓક્ટોબર સુધી આકાશ સાફ રહેવાનું અનુમાન છે. એનસીઆરમાં ગત રાત્રે પારો 18.6 ડિગ્રી નોંધાયો હતો જે સરેરાશ તાપમાન કરતા બે ડિગ્રી ઓછું હતું.

રાજસ્થાનમાં અનેક સ્થળે વરસાદના અણસાર

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વિગત 24 કલાકમાં હળવાથી મધ્યમ દરજ્જાનો વરસાદ નોંધાયો હતો. આઇએમડી અનુસાર આ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક-ક્યાંક હળવો વરસાદ નોંધાયો હતો. રવિવારે દક્ષિણ રાજસ્થાનના ઉદયપુર, કોટા અને જોધપુર સંભાગના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેવાના અણસાર છે. તો ક્યાંક-ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button