જસ્ટિન ટ્રુડોનો દેશ કેનેડા હમેશા સમૃદ્ધિ અને સામાજિક કલ્યાણને મુદ્દે ગૌરવ લેતો રહ્યો છે.પરંતુ આજે એવી ગંભીર સ્થિતી છે કે કેનેડાના સૌથી મોટા શહેર ટોરેન્ટોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને મોટી સંખ્યામાં પોતાનું પેટ ભરવા માટે ફૂડ બેન્કનો આશરો લેવો પડી રહ્યો છે. હુ ઇઝ હંગરી-2024ના અહેવાલમાં સમૃદ્ધ મનાતા આ શહેરની અસલિત બહાર આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વધી રહેલી મોંઘવારી, ઓછા વેતન અને આવાસોની વધી રહેલી કિંમતોને કારણે લોકો ભૂખનો સામનો કરવા મજબૂર બન્યા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં પ્રત્યેક દશે એક વ્યક્તિ પોતાની રોજિંદી જરૂરિયાતો પુરી કરવા ફૂડ બેન્કનો સહારો લઇ રહી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 34.9 લાખ લોકો ફૂડ બેન્કની મદદ લઇ ચુક્યા છે. શહેરની કુલ વસ્તી કરતાં પણ આ આંકડો ઊંચો છે. ગયા વર્ષની તુલનામાં આ આંકડો 36 ટકા વધુ છે. અહેવાલ સ્થિતીની ગંભીરતાને છતી કરે છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ટોરન્ટોના 24.9 ટકા પરિવારો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. નોકરી હોવા છતાં કેટલાક લોકોને ફૂડ બેન્કો સહારો લેવો પડે છે. વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિએ કહ્યું કે બાળકોની જરૂરિયાતો પૂરી કરવા તે પોતે ભૂખે રહે છે. મહિના દરમિયાન 300 ડોલરની આવક રહેતાં ફૂડ બેન્ક તે છેલ્લો સહારો બની રહે છે.
અહેવાલમાં ટ્રુડો સરકારને સ્થિતિનું સ્થાયી સમાધાન શોધવા અપીલ કરવામાં આવી છે. અહેવાલમાં સસ્તા આવાસ, યોગ્ય વેતન, પ્રવાસીઓને વધુ સહાયતા પૂરી પાડવા જેવા પગલાં લેવા સુચવવામાં આવ્યું છે. અહેવાલમાં કડક શબ્દમાં કહેવામાં આવ્યું છે કે દર રોજ ભોજન બેન્કની મુલાકાત સરકારની નીતિઓની નિષ્ફતા સૂચક છે.
Source link