રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની ખરીદી શરૂ થઈ ગઈ છે, ધોરાજી પંથકના તથા અન્ય ગામોમાંથી ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવ્યા છે, ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટા જેવી આવક ડુંગળીની જોવા મળી છે.
માર્કેટ યાર્ડમાં 2200 કટ્ટા ડુંગળીની આવક
જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેટલો ભાવ એક મણનો ડુંગળીનો મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળેલો છે અને ડુંગળીના ભાવ જોઈએ એટલા મળી રહ્યા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 250 રૂપિયાથી 700 સુધીનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે, હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 ડુંગળીના કટ્ટાની આવક જોવા મળી છે.
કપાસના ભાવને લઈને પણ ખેડૂતો નિરાશ
રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે કપાસના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોમાં નિરાશા જોવા મળેલી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજે ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવેલા પણ હાલ જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યા છે, તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળેલી કારણ કે ખેડૂતોને જે કમોસમી વરસાદ અને માવઠાને કારણે કપાસને ભારે નુકસાન થયેલું અને ઉતારો પણ ઓછો થયો છે.
ખેડૂતોને પરેશાન થવાનો આવ્યો વારો
હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ 1400થી 1500 રૂપિયા મળી રહ્યા છે અને ખેડૂતોને ગત વર્ષે જે ભાવ મળી રહ્યા હતા, તે ભાવ 1600થી 1800 રૂપિયા મળતા હતા. હાલ જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે અને હાલ જે કપાસના ભાવ મળી રહ્યા છે, તેનાથી ખેડૂતો ખુશ નથી.
Source link