સુરેન્દ્નનગર જીલ્લામાં પાક નુકશાનીના સર્વે કરવા અને વળતર ચૂકવવાની કામગીરીથી લોકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જીલ્લાના અનેક ગામડાના લોકોનો સર્વે થવા છતાય વળતર ખાતામાં જમા નથી થયું અને સૌથી ગંભીર બાબત એ છે કે ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડાના ખેતરોમાં સર્વે થયો જ નથી સર્વે કરવા સતત ખેડૂતો રજૂઆત કરવા છતાય તેમને વળતર મળે એમ નથી એવી જણાવી સર્વે જ નાં કર્યો એવામાં ખેતરો ખાલી થયા ત્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્યએ રિસર્વેની રજૂઆત કરતા હવે તંત્ર કેવી રીતે સર્વે કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
ચોમાસામાં અતિભારે વરસાદના કારણે અસંખ્ય ખેડૂતોનાં પાકને ભારે નુકશાન થયું હતું.સરકારે સર્વે કરાવવાનું ચાલુ કરતા ખેતીવાડી વિભાગ દ્વારા આડેધડ સર્વે કરાતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી.અનેક જગ્યાએ ગ્રામસેવક કે વિસ્તરણ અધિકારીઓએ તમને આટલી નુંકશાનીમાં વળતર નહી એવી વાત કરી સર્વે જ નાં કર્યો.આવી બાબતોમાં જિલ્લાના અનેક ખેડૂતોના ખેતરોના સર્વે તો નથી થયા પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના 35 આખા ગામ સર્વે વગરના બાકી છે આ ખેડૂતો સતત સર્વે બાદમાં રીસર્વેની રજૂઆત કરતા હોવા છતાય રિસર્વેના થયું અને છેવટે કૃષિ શહાય મેવવવા બધાએ ફોર્મ ભર્યા.પરંતુ વિસ્તરણ અધિકારીએ તો સર્વે થયા એમને જ વળતર મળશે એવું જણાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું.ત્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જાણે વાહ વહી મેળવવા રજૂઆત કરી હોય એમ બધા ખેડૂતોએ નુકશાની થયેલ પાક ખેતરમાંથી કાઢી જીરા કે ઘઉ જેવા શિયાળુ પાકનું વાવેતર પણ કરી નાખ્યું છે અને ખેતર ખાલી થયા ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રિસર્વે કરવાની રજૂઆત કરી છે.હવે ધારાસભ્યએ રિસર્વેની રજૂઆત તો કરી છે તો તંત્ર કેવીરીતે સર્વે કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.બીજી તરફ્ જીલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોર,ખેડૂત અગ્રણી જે.કે.પટેલ,સરપંચ નટુભાઈ પટેલ,સરપંચ મુકેશભાઈ પટેલ શહિતના ખેડૂતોએ જણાવેલ કે હવે શિયાળુ પાક વવાઈ ગયો છે જેથી સર્વે તો થાય એમ નથી ગમેતેમ કરી જે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે એ તમામ ખેડૂતોને વળતર ચૂકવાય એવી માંગ છે.
ફોર્મ ભરેલા ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ
જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોરે જણાવેલકે ખેતરમાં નુકશાની વાળો પાક જ નથી તો સર્વે થઈ શકે એમ નથી પરંતુ જે ખેડૂતોએ કૃષિ શહાય મેળવવા ફોર્મ ભર્યા છે એ તમામને વળતર જમા થવું જોઈએ એવી અમારી માંગ છે.
ધારાસભ્ય 3 મહિના ક્યાં હતા ?
ખેડૂત અગ્રણી જે.કે.પટેલ,સરપંચ નટુભાઈ પટેલ શહિતનાંએ જણાવેલકે 3 મહિનાથી ખેડૂતો રિસર્વે માટે રઝળી રહ્યા છે મનફવે એમ સર્વે થતું હતું ત્યારે ધારાસભ્ય વરમોરા ક્યાં હતા હવે પાક નીકળી ગયો શિયાળુ પાક વવાઈ ગયો ત્યારે રિસર્વેની રજૂઆત કરે છે આવા ધારાસભ્ય પાસે ખેડૂતો શું અપેક્ષ રાખે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડો
આખા જીલ્લામાં પાક નુકશાની અને ધ્રાંગધ્રાના 35 ગામડામાં નુકશાન જ ના થયું હોય એમ ખેતીવાડી ખાતાના અધિકારીઓએ સર્વે જ નાં કર્યું જેના કારણે 9000 જેટલા ખેડૂતો સર્વેથી વંચિત રહી ગયા છે તો જેના માટે જવાબદાર ગ્રામસેવક કે વિસ્તરણ અધિકારી શહિત ખેતીવાડીના જવાબદાર અધિકારીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજી વખત ખેડૂતો સાથે આવી મજાક ના કરે.
ધારાસભ્યને ખબર નથી શિયાળુ પાક વવાઈ ગયો
ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચોમાસામા નુકશાની થયેલ પાક કાઢી નવો શિયાળુ પાક વાવી પણ દીધો છે ત્યારે 3 મહિના પછી રિસર્વે કરવા માટે કૃષિ મંત્રીને રજૂઆત કરી બુધિનું પ્રદર્શન કર્યું છે હવે ખેતીવાડી વિભાગ કેવી રીતે સર્વે કરશે ? આ ધારાસભ્ય 4-5 તો પી.એ.રાખે છે તો કોઈએ ધ્યાન નહી દોર્યું હોય એવો ખેડૂતોમાં ગણગણાટ ચાલી રહ્યો છે.
Source link