2019માં ભારત પાસેથી ODI વર્લ્ડકપ છીનવી લેનાર ન્યુઝીલેન્ડના અનુભવી ખેલાડી માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ગુપ્ટિલના સચોટ થ્રોએ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં એમએસ ધોનીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ગુપ્ટિલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2022માં રમી હતી. ગુપ્ટિલ લાંબા સમયથી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની બહાર હતો.
ગુપ્ટિલ લીધી નિવૃત્તિ
માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગુપ્ટિલની ગણતરી ન્યુઝીલેન્ડના શક્તિશાળી બેટ્સમેનોમાં થાય છે અને તેણે એકલા હાથે કીવી ટીમને ઘણી મેચોમાં યાદગાર જીત અપાવી છે. ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનાર બેટ્સમેનોમાં ગુપ્ટિલનું નામ સામેલ છે. વર્ષ 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ગુપ્ટિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ કિવી બેટ્સમેન બન્યો હતો. ગુપ્ટિલ 50 ઓવરના ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન છે.
ટી-20માં સૌથી વધુ રન
માર્ટિન ગુપ્ટિલ T-20 ઈન્ટરનેશનલમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના T20 કરિયરમાં, ગુપ્ટિલે કુલ 122 મેચ રમી અને 135ના સ્ટ્રાઈક રેટથી 3,531 રન બનાવ્યા. ગુપ્ટિલે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે સદી અને 20 અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટમાં, સ્ટાર બેટ્સમેને 195 ઈનિંગ્સમાં 7,346 રન બનાવ્યા હતા. ગુપ્ટિલે ODI ક્રિકેટમાં 18 સદી અને 39 અડધીસદી ફટકારી છે.
ગુપ્ટિલે ટેસ્ટ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ માટે કુલ 47 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેને 89 ઈનિંગ્સમાં 2,586 રન બનાવ્યા હતા. ગુપ્ટિલે ટેસ્ટમાં ત્રણ સદી અને 17 અડધી સદી ફટકારી હતી. ગુપ્ટિલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ગુપ્ટિલ પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ પછી ICCએ પણ તેને પોતાની ODI બેસ્ટ ઈલેવન ટીમમાં જગ્યા આપી.
ભારતનું સપનું તૂટ્યું
2019 ODI વર્લ્ડકપમાં, તે માર્ટિન ગુપ્ટિલ હતો જેણે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. સેમિફાઈનલ મેચમાં એમએસ ધોનીને સીધા થ્રો પર ગુપ્ટિલે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ધોનીના રનઆઉટથી ભારતીય ટીમની જીતની આશા પણ પૂર્ણ થઈ ગઈ અને ન્યુઝીલેન્ડ મેચ જીતવામાં સફળ રહ્યું.