રેલવે દ્વારા અનરિઝર્વ્ડ યાત્રીઓની સુવિધા માટે જોડવામાં આવ્યા વધારાના સામાન્ય ડબ્બા,આનાથી સમાજના આર્થિકરૂપે અશક્ત વર્ગો માટે બહેતર પહોંચ અને સુવિધા સુનિશ્ચિત થશે તો વર્ષ 2024-25 માં 1900 થી વધારે નોન-એસી કોચ વધારવામાં આવી રહ્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ હશે તથા આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે.
સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામ
રેલવે દ્વારા નોન-એસી કોચ માટે 2:3 અને એસી કોચ માટે 1:3 નું ગુણોત્તર જાળવી રાખતાં આર્થિકરૂપે અશક્ત વર્ગો અને અન્ય લોકો માટે સુવિધાઓના વિસ્તરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સામાન્ય ડબ્બાઓમાં વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ નાણાંકિય વર્ષમાં 1914 કોચ પહેલેથી જોડાવામાં આવી ચુક્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ છે, જે અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રીઓ માટે સુવિધા સુનિશ્ચિત કરે છે. આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે.
મુસાફરોની માગને ધ્યાને લીધી
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, રેલવે યાત્રા પ્રત્યે સામાન્ય જનતાની સતત વધતી માંગને ધ્યાનમાં રાખતાં દેશભરના તમામ રેલવે ઝોન અને ડિવિઝનોમાં વધારાના સામાન્ય ડબ્બાઓ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ક્રમમાં, પશ્ચિમ રેલવે દ્વારા પાછલા છ મહીનાઓમાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધી 78 જોડી ટ્રેનોમાં સામાન્ય શ્રેણી (GS) ના લગભગ 150 નવા વધારાના ડબ્બા જોડવામાં આવ્યા છે. આનાથી પ્રત્યેક દિવસે હજારો વધારાના યાત્રી લાભ મેળવી રહ્યા છે.
ભારત પાસે વિશાળ રેલ નેટવર્ક
વિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે 1 લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમ) અને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે અવરજવર કરાવનાર ભારતથી વધુ લોકોનું રેલવે મારફતે અવરજવર કરાવતો નથી,આ સિદ્ધિ અનન્ય છે, ત્યાં સુધી કે પાડોશી દેશ ચીન પણ પોતાના વિશાળ રેલવે નેટવર્ક અને તુલનાત્મક વસ્તી આકાર છતાં મહાપરાણે અડધા યાત્રીએ (વાર્ષિક લગભગ 300 કરોડ) ની જ અવરજવર કરાવે છે.
રેલવેની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો
ગંભીર ઘટનાઓની ઓળખના મુખ્ય સંકેતો–મહત્વપૂર્ણ રેલવે દુર્ઘટનાઓની સંખ્યા ભારે ઘટાડાથી જાહેર છે, જેમની સંખ્યા વર્ષ 2000-01 માં 473 થી ઘટીને વર્ષ 2023-24 માં ફક્ત 40 રહી ગઈ. આ સુધારો પાટાઓને બહેતર બનાવવા, માનવરહિત લેવલ ક્રોસિંગને સમાપ્ત કરવા, પુલોની સ્થિતિની નિયમિત દેખરેખ કરવાથી અને સ્ટેશનોને ડિજિટલ બનાવવા વગેરેની દિશામાં કરવામાં આવેલા કેન્દ્રિત પ્રયત્નોના મારફતે શક્ય થયું છે.યાત્રીઓની સંખ્યા અને પાટાઓની લંબાઈ પર ધ્યાન કરવાથી આ સિદ્ધિ વધુ પ્રભાવશાળી થઈ જાય છે. કોઈપણ દિવસે સરેરાશ, 2 કરોડથી વધુ લોકો 70,000 રૂટ કિલોમીટર (આરકેએમ) લાંબા નેટવર્ક પર યાત્રા કરે છે. પીક સિઝનમાં આ સંખ્યા પ્રતિદિવસ 3 કરોડ સુધી પહોંચી જાય છે, જે એક અન્ય વિશ્વ રેકોર્ડ છે.
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરનારની સંખ્યા વધુ
હકીકતમાં આનો આશય એ છે કે ભારત પ્રત્યેક દિવસે પોતાની લગભગ 2 ટકા વસ્તીની સુરક્ષિત રીતે રેલવે મારફતે અવરજવર કરાવે છે, જ્યારે આની સરખામણીમાં ચીન ફક્ત 0.58 ટકા અને અમેરિકા 0.09 ટકા લોકોની ટ્રેન દ્વારા અવરજવર કરાવે છે.લગભગ દોષરહિત સુરક્ષા રેકોર્ડ છતાં, રેલવે દુર્ઘટનાઓ વિશ્વભરમાં એક ગંભીર વાસ્તવિકતા છે. જોકે કોઈપણ રેલવે સિસ્ટમ માટે આદર્શ સ્થિતિ શરૂઆતથી જ એક પણ દુર્ઘટના ન થવા દેવી છે, પરંતુ કોઈ પણ પ્રમુખ નેટવર્ક આ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યું નથી. ભારતીય રેલવે (આઈઆર) નેટવર્કના ફક્ત ચોથા ભાગ જેટલા ઓસ્ટ્રેલિયન રેલવેમાં નાણાંકિય વર્ષ 2022-23 માં રેલગાડીઓના પાટા પરથી ઉતરી જવાની 52 ઘટનાઓ નોંધવામાં આવી.
Source link