GUJARAT

Ahmedabad: ગુજરાતમાં ડાયમંડ સેક્ટરના 60થી વધુ લોકોએ આપઘાત કર્યો

ભારતનો ડાયમંડ ઉદ્યોગ હાલ કેવી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે, ગુજરાતમાં ડાયમંડ સેક્ટરના 60થી વધુ લોકોએ આપઘાત કરી લીધો છે, એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિસિએટિવ (જીટીઆરઆઈ)ના ફાઉન્ડરએ જણાવ્યું હતું.

આત્મહત્યાઓની આ ઘટનાઓ એ વાત પર પ્રકાશ પાડે છે કે, હીરા ક્ષેત્રના કામદારો ગંભીર નાણાંકીય કટોકટીને કારણે જીવન ટૂંકાવવા મજબૂર બન્યા છે. ભારતમાં ડાયમંડ ઉદ્યોગ પ્રત્યક્ષ રીતે 13 લાખ કામદારોને રોજગારી ઉપલબ્ધ કરાવે છે. એકલા સુરતમાં જ આ ક્ષેત્ર થકી આઠ લાખ લોકો રોજગારી મેળવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આયાત અને નિકાસ બંનેમાં તીવ્ર ઘટાડાને કારણે હાલ ભારતનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ જ કટોકટીપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે ડિફોલ્ટ, ફેકટરીઓ બંધ થવાનું પ્રમાણ વધ્યું છે. આ સાથે વ્યાપક પ્રમાણમાં લોકોને નોકરીઓ ગુમાવવાનો પણ વારો આવ્યો છે, એમ થીંક ટેન્ક જીટીઆરઆઈએ જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button