મોરબીના ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીના પાણીમાં ડૂબી જતા માતા-પુત્રીના મોત નીપજ્યા છે. ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં ડૂબી જતા 20 વર્ષીય માતા અને 7 માસની પુત્રીનું મોત થતા પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
માતા-પુત્રીના મોત
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં માતા અને પુત્રી ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે માતા તથા દીકરીની શોધખોળ ચલાવી હતી. જોકે ફાયર ટીમને માતા અને પુત્રીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.
શું છે સમગ્ર મામલો
ફાયર ટીમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિલાશબેન કલ્પેશભાઈ ડામોર (ઉ.વ. 20) અને તેની દીકરી શરીના (ઉ.વ. 7 માસ) એમ બંનેના પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. ફાયર ટીમે બંને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળકી શૌચક્રિયા કરી હોય જેથી માતા ધોવા માટે લઇ ગઈ હતી અને પગ લપસી જતા બંને પાણીમાં ખાબકી હતી અને ડૂબી જતા મોત થયા હતા.
Source link