દેશમાં મંકીપોક્સનો બીજો કેસ જોવા મળ્યો છે. કેરળ સરકારે બુધવારે આ કેસની પુષ્ટિ કરતાં કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતથી તાજેતરમાં જ પાછા ફરેલા 38 વર્ષીય વ્યક્તિમાં સંક્રમણનાં લક્ષણો જોવા મળ્યાં છે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે મલપ્પુરમ 38 વર્ષીય વ્યક્તિ સંયુક્ત આરબ અમીરાતથી પાછા આવ્યા બાદ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફેસબુક પરની એક પોસ્ટમાં જોજે લોકોને સારવાર લેવા અને બીમારી સંબંધી કોઈ પણ લક્ષણ જોવા મળે તો આરોગ્ય વિભાગને જાણ કરવા વિનંતી કરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે એમપોક્સના દરદીને આઇસોલેટ કરી દેવાયો છે અને મેડિકલ પ્રોટોકોલ અનુસાર તેની સારવાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવ દિવસ પહેલાં દિલ્હીમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. પીડિત વ્યક્તિએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. હરિયાણાના હિસારનાનિવાસી 26 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ વાઇરસની પુષ્ટિ થઈ હતી અને તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે થોડા દિવસ પહેલાં તેને એકમાત્ર કેસ ગણાવ્યો હતો જે જુલાઈ 2022માં ભારતમાં પહેલાં નોંધાયેલા 30 કેસ જેવો હતો અને કહેવાયું હતું કે તે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર્શાવાયેલા એમપોક્સના ક્લેડ કરતાં જુદો હતો. હિસાર નિવાસી યુવકમાં પિૃમ આફ્રિકન ક્લેડ-2 એમપોક્સ વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.
Source link