- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે મધ્યપ્રદેશમાં કોલ બેડ મિથેન ગેસના 300 થી વધુ કુવાઓ છે
- કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ એક મોટી યોજના બનાવી છે
- આ યોજના પર 1000 કરોડ રૂપિયાનું રોકાણ થશે
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અનેક પ્રકારના બિઝનેસ કરે છે. આમાંથી એક કોલ બેડ મિથેન ગેસનું પ્રોડક્શન પણ છે. કંપની પાસે મધ્યપ્રદેશના સુહાગપુરમાં કોલ બેડ મિથેનનો બ્લોક છે, પરંતુ અહીં હાજર 300 ગેસ કુવાઓ હોવા છતાં પણ કંપનીની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી. તેથી હવે મુકેશ અંબાણીની કંપનીએ 1,000 કરોડ રુપિયાના રોકાણની યોજના બનાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં આ ગેસ બ્લોકમાંથી સીબીએમના ઉત્પાદનમાં અછતનો સામનો કરી રહી છે.
300 ગેસ કુવાઓમાંથી થઈ રહ્યું છે ઉત્પાદન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે હાલમાં 300 ગેસ કુવાઓમાંથી ઉત્પાદન થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન તેનું સરેરાશ ઉત્પાદન ઘટીને 0.64 એમએસસીએમડી (ગેસના માપનનું યુનિટ) પર આવી ગયું છે, જે આ પહેલા નાણાકીય વર્ષ 2022-23 અને 2021-22માં સરેરાશ 0.73 યુનિટ હતું અને તે આ પહેલા 2020-21માં પણ અને 2019- 20 માં 1 એમએસસીએમડી હતો.
કંપની 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ સેક્ટરમાંથી ગેસનું પ્રોડક્શન વધારવા માટે 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ માટે કંપનીએ આ ક્ષેત્રમાં વધારાના ગેસ કુવા ખોદવાની યોજના બનાવી છે. આનાથી કંપનીને આગામી 3 વર્ષમાં ફરીથી તેના સીબીએમ પ્રોડક્શનને 1 એમએસસીએમડી સુધી વધારવામાં મદદ મળશે. રિલાયન્સનું સુહાગપુર સીબીએમ ગેસ ફિલ્ડ લગભગ 995 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.
સીબીએમ નેચરલ ગેસનો એક પ્રકાર છે. આને કોલ બેડમાં ટ્રેપ ગેસ કાઢીને તેને કાઢવામાં આવે છે. ત્યારબાદમાં તેનો ઉપયોગ કંમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે થાય છે. સીઅએજીનો ઉપયોગ વાહનોમાં તેમજ ઈન્ડસ્ટ્રી લેવલ પર થાય છે.
Source link