મુંબઈ નજીકના ડોમ્બિવલી શહેરમાં પોલીસે એક કારમાંથી લગભગ 5.64 કિલો એમ્બરગ્રીસ એટલે કે વ્હેલની ઉલટી જપ્ત કરી છે. જેની અંદાજિત કિંમત 6.20 કરોડ રૂપિયા છે. થાણે ક્રાઈમ બ્રાન્ચના કલ્યાણ યુનિટે ત્રણ શંકાસ્પદ દાણચોરોની ધરપકડ કરી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) શિવરાજ પાટીલે જણાવ્યું કે, પોલીસને એક સૂચના મળી હતી, જેના આધારે કાર્યવાહી કરીને શુક્રવારે ડોમ્બિવલીના માનપાડા વિસ્તારમાં એક કારને અટકાવવામાં આવી હતી. જ્યારે અધિકારીઓએ કારની તપાસ કરી તો તે ‘વ્હેલની ઉલટી’થી ભરેલી હતી.
એમ્બરગ્રીસ સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને કારમાંથી અંદાજે રૂ. 6.20 કરોડની કિંમતની 5.64 કિલો એમ્બરગ્રીસ મળી હતી, જેને જપ્ત કરવામાં આવી છે. તેમજ કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અનિલ ભોસલે, અંકુશ શંકર માલી અને લક્ષ્મણ શંકર પાટીલ તરીકે થઈ છે. તમામ આરોપીઓ નવી મુંબઈના રહેવાસી છે.
ક્રાઈમ બ્રાન્ચ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરી
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીનો સામાન અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.
વ્હેલ ઉલટી શું છે?
વ્હેલની ઉલ્ટીને એમ્બરગ્રીસ પણ કહેવામાં આવે છે. આ એક ખાસ પ્રકારની શુક્રાણુ વ્હેલ માછલીની ઉલટી છે. તેને તરતું સોનું પણ કહેવામાં આવે છે. વ્હેલની ઉલટી મીણના ઘન પથ્થર જેવી દેખાય છે અને તે ગ્રે અથવા કાળા રંગની હોય છે, જે માછલીના આંતરડામાંથી બહાર આવે છે. આ ઉલ્ટીની કિંમત સોના અને હીરા કરતાં પણ વધુ છે.
વ્હેલ ઉલટીનો શું ઉપયોગ કરાઈ છે?
પરફ્યુમ બનાવતી કંપનીઓમાં તેની ખૂબ માંગ છે. તેનો ઉપયોગ અત્તરને લાંબા સમય સુધી સુરક્ષિત અને સુગંધિત રાખવા માટે થાય છે. જેના કારણે કંપનીઓ તેના માટે વધારે કિંમત ચૂકવવા તૈયાર છે. આ સિવાય વ્હેલની ઉલટીનો ઉપયોગ દવા બનાવવા માટે પણ થાય છે. આ ઉપરાંત એમ્બરગ્રીસ મોંઘી દારૂ અને સિગારેટ બનાવવામાં પણ ઉપયોગી છે.
Source link