NATIONAL

Mumbai: ક્રાઈમ પેટ્રોલ અને સિંઘમ 3 અભિનેત્રી શબરીનની ધરપકડ

સિંઘમ-3માં ભૂમિકા ભજવનાર અને ક્રાઈમ પેટ્રોલમાં પોલીસની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શબરીનની પોલીસે અપહરણના કેસમાં ધરપકડ કરી છે. અભિનેત્રીના લગ્ન થતાં ના હોવાથી ગુસ્સામાં આ પગલું ભર્યું હતું.

ક્રાઈમ પેટ્રોલમાં પોલીસની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શબરીનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અઢી વર્ષના બાળકનું અપહરણ કરવા બદલ શબરીન પારની ધરપકડ કરવામાં આવી છે. વસઈની વાલીવ પોલીસે તેની ધરપકડ કરી છે. સિંઘમ 3 ફિલ્મમાં અભિનેત્રી શબરીન પણ કામ કરી રહી છે. હાલ પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. અને તેના પ્રેમી બ્રિજેશની તપાસ કરવામાં આવી રહી છે. આ અપહરણમાં તેની એક મહિલા સાથીદાર પણ સામેલ હતી. પોલીસ તેને શોધી રહી છે.

શબરીનને બ્રિજેશ સિંહ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ અલગ સમુદાયના હોવાના કારણે બ્રિજેશ સિંહનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. શબરીનને બ્રિજેશના પરિવારની આ વાત પસંદ ન હતી તે બ્રિજેશ સાથે એટલી બધી પ્રેમમાં હતી કે સિરિયલ ક્રાઈમ પેટ્રોલ અને સિંઘમ 3 જેવી ફિલ્મોમાં કામ કરવા છતાં તેણે બ્રિજેશના ભત્રીજાનું અપહરણ કરી લીધું હતું.

તેની શરૂઆત કેવી રીતે થઈ?

શબરીન અને બ્રિજેશ સિંહ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધમાં હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. શબરીન જાતિ અને ધર્મના અવરોધોને તોડીને બ્રિજેશ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ રાજપૂત પરિવારના બ્રિજેશ સિંહનો પરિવાર મુસ્લિમ સમાજની શબરીન સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. શબરીને ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે કે બ્રિજેશ પરિવારને સમજાવી શક્યા નહોતા. આવી સ્થિતિમાં શબરીને એ રસ્તો અપનાવ્યો જે તેના જેલના સળિયા પાછળ જવાનું કારણ બન્યો.

બ્રિજેશનો ભત્રીજો અઢી વર્ષનો હતો. તે દરરોજ ક્લાસમાં જતો. શનિવારે સવારે 11 વાગ્યે જ્યારે તે ક્લાસ માટે પહોંચ્યો ત્યારે થોડીવાર પછી શબરીન તેને લેવા પહોંચી. માસૂમ શબરીનને ઓળખતો હતો, તેથી તે પણ સાથે જવા સંમત થયો. બપોર સુધી પ્રિન્સ ઘરે ન આવતા તેના પરિવારના સભ્યો ક્લાસમાં જાણવા માટે ગયા હતા. ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિન્સ એક મહિલા સાથે ગયો હતો જેને તે જાણતો હતો. મહિલાએ તેને દવા કરાવવાની જરૂર છે તેમ કહીને લઇ ગઈ હતી.

પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે શબરીન બાળકને ઓટોમાં લઈ જતી જોવા મળી હતી. તેની સાથે બીજી એક મહિલા દેખાઈ. પોલીસે ઓટો ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ઓટો નાયગાંવમાં છોડી દેવાઈ હતી. જ્યારે શબરીનનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેની ઓળખ કરી હતી. પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને શબરીનને બાંદ્રાથી કસ્ટડીમાં લીધી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે બાળકને નાયગાંવના ફ્લેટમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો. પોલીસે બાળકને બચાવી લીધો છે અને શબરીનની ધરપકડ કરી છે. બ્રજેશની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button