NATIONAL

Mumbai: લાલબાગ ચા રાજાના દરબારમાં પહેલા દિવસે દાનનો ધોધ

દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલુ છે અને આ તહેવાર નિમિત્તે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશ ભક્તોએ લાલબાગના રાજાને દિલ ખોલીને દાન અર્પણ કર્યું હતું. આ દાનમાં મોટી માત્રામાં રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાને મળેલા દાનનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. પ્રાપ્ત દાનનો યોગ્ય ઉપયોગ થાય તે માટે હવે ગણેશોત્સવના આયોજકો દ્વારા આ દાનની ગણતરી કરવામાં આવી રહી છે. સહુથી પહેલા ગણપતિ બાપ્પાને દાનમાં આપવામાં આવેલી રોકડની ગણતરી કરવામાં આવશે, ત્યાર બાદ ગણેશભક્તો દ્વારા લાલબાગના રાજાને સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે તેની ગણતરી કરવામાં આવશે.

દાનની રકમથી સેવા કાર્યો કરવામાં આવશે

મહારાષ્ટ્ર બેંક અને GS મહાનગર બેંકના કર્મચારીઓને લાલબાગના રાજાને આપવામાં આવેલા દાનની ગણતરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ દાનની રકમ અને દાગીનાની ગણતરી પૂર્ણ થતાં જ તેનો ઉપયોગ ગણેશ ભક્તોની સેવા અને સામાજિક કાર્યોમાં કરવામાં આવશે. ગણેશ ચતુર્થી પહેલા જ અનંત અંબાણીએ લાલબાગચા રાજાને રૂ. 15 કરોડની કિંમતનો 20 કિલોનો અદભૂત સોનાનો મુગટ દાનમાં આપ્યો છે. અનંત અંબાણી, લાલબાગચા રાજા સાથે વર્ષોથી સંકળાયેલા છે. હંમેશની જેમ આ વર્ષે પણ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા શનિવાર, 7 સપ્ટેમ્બર, 2024 થી મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024 સુધી લાલબાગચા રાજાના ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button