મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈને ફરજમોકૂફ કરવાનો નિર્ણય મુંબઈના એડી.સીપી અનીલ પારસ્કરે લીધો છે.
રાજકોટમાં દસ લાખની લાંચના મામલે પીઆઈ દિગંબર પગારનો વચેટિયો એસીબીની ટ્રેપમાં ઝડપાયો હતો. રાજકોટ ખાતે રહેતાં અરજદારે મુંબઈ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુનાના કામે જવાબ લેવા માટે નોટિસ આપી નિવેદન દરમિયાન હેરાન ના કરવા માટે દસ લાખ માંગતા હોવાની ફરિયાદ એસીબીમાં કરી હતી. જેના પગલે એસીબીએ રાજકોટ રેસકોર્સ રોડ પર આવેલી ટી શોપમાં ટ્રેપ ગોઠવી આરોપી પીઆઈના વચેટિયાને લાંચ લેતાં ઝડપ્યો હતો.
એસીબીએ દસ લાખની લાંચ લેતા ટ્રેપમાં જયમીન ઉર્ફ જેવીન નાનજીભાઈ સાવલીયાને ઝડપ્યો હતો. અરજદાર પાસેથી આરોપી પાસેથી દસ લાખની લાંચ લીધા બાદ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ દિગંબર પગારને ફોન કરી પૈસા મળી ગયાની વિગતો આપી હતી. આ ટેલીફોનીક પુરાવા આધારે એસીબીએ પીઆઈ દિગંબરનું નામ ગુનામાં ખોલ્યું હતું. માટુંગા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં જવાબ લેવા માટે પીઆઈ દિગંબરે અરજદારને નોટિસ પાઠવી હતી. આ નોટિસ આવ્યાના થોડા દિવસો બાદ આરોપી જયમીને ફરિયાદીનો સંપર્ક કરી માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના ઓળખીતા હોવાની જાણ કરી કામ પતાવી આપવાની વાત કરી હતી. આ મામલે આરોપીઓએ દસ લાખની લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
Source link