મધ્ય રેલવેમાં સમારકામનું કાર્ય ચાલી રહ્યુ છે જેને ધ્યાને રાખીને મુંબઇની ઘણી રેલવે લાઈનો પર સેવાઓ આજે ખોરવાઈ જશે. ટ્રાન્સ-હાર્બર લાઇન પર થાણેથી વાશી/નેરુલ સેક્શન પર સવારે 11:10 થી સાંજે 4:10 વાગ્યા સુધી સેવાઓ ખોરવાઈ જશે. આ ઉપરાંત થાણે અને કલ્યાણ વચ્ચે ચાલતી ટ્રેનોની સેવાઓ પણ સવારે 10:40 થી બપોરે 3:40 સુધી અવરોધિત રહેશે. આ લાઈનો પર મુસાફરી કરતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રવિવારે ક્યાં રહેશે ટ્રેનની અવર જવર બંધ ?
સેન્ટ્રલ રેલ્વે લાઇન પર રવિવારે સવારે 10:40 થી સાંજે 4:10 સુધી મેગા બ્લોક રહેશે. તેનાથી લોકલ ટ્રેન સહિત અન્ય ઘણી ટ્રેનોને અસર થશે. મુખ્યત્વે મધ્ય રેલવેની મુખ્ય લાઇન અને ટ્રાન્સ હાર્બર લાઇન બ્લોક રહેશે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સમારકામ અને જાળવણીના કામોને કારણે મેગા બ્લોકની સ્થિતિ સર્જાઈ છે. મેઇન લાઇન પર થાણે અને કલ્યાણ વચ્ચે ચાલતી ફાસ્ટ લાઇન પર સવારે 10:40 થી બપોરે 3:40 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
મેલ/એક્સપ્રેસ ટ્રેનો
સીએસએમટી, દાદર તરફ જતી યુપી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને કલ્યાણ અને થાણે વિક્રોલી વચ્ચેની લાઇન 6 પર ડાયવર્ટ કરવામાં આવી છે.
સીએસએમટી, દાદર અને કલ્યાણ વચ્ચે દોડતી ડાઉન મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને 5મી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી છે.
કઈ લાઇન બ્લોક થશે?
ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેન સવારે 09:34 થી બપોરે 03:03 વાગ્યા સુધી ચાલતી સીએસએમટી, થાણે અને કલ્યાણ વચ્ચે દોડતી સેમી-ફાસ્ટ લોકલ ટ્રેનોને ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
કલ્યાણથી થાણે સુધીની ધીમી લાઇન પર સવારે 10:28 થી બપોરે 03:40 વાગ્યા સુધી અપ ફાસ્ટ લોકલ દોડશે.
આ સાથે, થાણે-વાશી/નેરુલ વચ્ચે ચાલતી ટ્રાન્સ-હાર્બર લાઇનને સવારે 11:10 થી સાંજના 4:10 વાગ્યા સુધી બ્લોક કરી દેવામાં આવી છે.
આ વર્ષે 25 મિલિયન વધુ લોકોએ કરી મુસાફરી
રેલ્વે દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે આ નાણાકીય વર્ષમાં રેલ્વેએ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં 1,064 મિલિયન મુસાફરોએ રેલ્વેમાં મુસાફરી કરી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25 મિલિયન વધુ છે. ગયા વર્ષે 1,039 મિલિયન લોકોએ રેલ્વે દ્વારા મુસાફરી કરી હતી.
Source link