- રાજ્યમાં મહિલાઓની સામેના અત્યાચારોની ઘટનાઓ વધી રહી છે : સુપ્રિયા સૂલે
- મહારાષ્ટ્ર સરકાર ભૂલી ગઈ છે કે મહિલાઓની સુરક્ષા તેમની જવાબદારી છે
- પવારે રાજ્ય સરકાર પર આરોપ કર્યો કે તે ભૂલી ગઈ છે કે મહિલાઓની સુરક્ષા તેમની જવાબદારી છે
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર), કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)એ બદલાપુરના સ્કૂલમાં બાળકીઓનાં જાતીય શોષણના મામલે સરકાર વિરુદ્ધ મોરચો માંડયો છે.
આ બાબતે મહા વિકાસ અઘાડીએ શનિવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું પરંતુ બોમ્બે હાઇકોર્ટે તેના પર રોક લગાવી હતી. ત્યાર બાદ મહા વિકાસ અઘાડીના પક્ષોએ પૂણેમાં ધરણાં શરૂ કર્યા છે. શરદ પવાર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે કાળી પટ્ટી બાંધીને ધરણાં પર બેઠા હતા. તેમની સાથે સુપ્રિયા સુલે પણ જોડાયાં હતાં.
આ ધરણાં દરમિયાન શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં એવો એક પણ દિવસ નથી જતો જેમાં મહિલાઓ સાથે અત્યાચાર થયાના સમાચાર ન આવતા હોય. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. સરકારી કહી રહી છે કે વિપક્ષ રાજકારણ કરે છે. આને રાજકારણ કહેવું એ દર્શાવે છે કે સરકાર કેટલી અસંવેદનશીલ છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે રાજ્યમાં મહિલાઓની સામેના અત્યાચારોની ઘટનાઓ વધી રહી છે. લોકોમાં પોલીસની કશી બીક નથી રહી. હું સરકારની નિંદા કરું છું. કેટલાક લોકોનું કહેવું છે કે બદલાપુરમાં જે લોકો એકઠા થયેલા તે બહારથી આવેલા હતા. હું કહીશ કે તે બધા ભારતીય હતા. મેં આટલી અસંવેદનશીલ સરકાર ક્યારેય નથી જોઈ. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસ ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે કહ્યું કે રાજ્યમાં કાયદોવ્યવસ્થાની સ્થિતિ નથી. અમે સરકારી સામે પ્રદર્શન કરી રહ્યા છીએ.
ઘટનાથી મહારાષ્ટ્રની છબી ખરાબ થઈ : શરદ પવાર
શરદ પવારે કહ્યું કે બદલાપુરની એક સ્કૂલમાં કેજીમાં ભણતી બે બાળકીઓના કથિત જાતીય શોષણની ઘટનાથી દેશમાં મહારાષ્ટ્રની છબી ખરાબ થઈ છે. પવારે રાજ્ય સરકાર પર આરોપ કર્યો કે તે ભૂલી ગઈ છે કે મહિલાઓની સુરક્ષા તેમની જવાબદારી છે.
Source link