NATIONAL

Mumbai: પોલીસે ‘બુક માય શો’ના CEO-CTO સામે સમન્સ જારી કર્યા

મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (Eow) એ બુક માય શોના સીઈઓ અને સહ-સ્થાપક આશિષ હેમરાજાની અને કંપનીના સીટીઓને પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે.

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટના સત્તાવાર ટિકિટ પાર્ટનર બુક માય શો વિરુદ્ધ એક વકીલે ટિકિટના બ્લેક માર્કેટિંગ માટે ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર વકીલની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. શનિવારે કંપનીના CEO અને CTOના નિવેદનો નોંધવામાં આવશે.

25 સપ્ટેમ્બરના રોજ, બુક માય શોએ નકલી કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટો વેચનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બુક માય શોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ‘બુક માય શો ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઓફ્ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 માટે ટિકિટના વેચાણ અને પુનઃ વેચાણ માટે વાયાગોગો અને ગિગ્સબર્ગ અને કોઈપણ તૃતીય પક્ષ સાથે સંકળાયેલ નથી. બુક માય શો એપ પર પણ 500 કરોડની છેતરપિંડીનો આરોપ BYJM ભારતીય જનતા યુવા મોરચા) એ પણ બુક માય શો પર છેતરપિંડીનો આરોપ લગાવતા EOW (આર્થિક ગુના વિંગ)માં ફરિયાદ નોંધાવી છે. બુક માય શો પર મની લોન્ડરિંગ અને ટિકિટના વેચાણના નામે 500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button